જન્મના 7 દિવસ પછી નેહા ધૂપિયાએ શેર કરી પુત્રની પહેલી તસવીર, પતિ અંગદ બેદી સાથે હોસ્પિટલની બહાર થઇ સ્પોટ

ફેન્સ માટે ખુશખબરી: એક જમાનામાં બોલ્ડ દ્રશ્યો ભજનવારી નેહા ધૂપિયાએ શેર કરી પુત્રની પહેલી તસવીર, સામે આવ્યો સુંદર ચેહરો

નેહા ધૂપિયા અને અંગત બેદી આ દિવસોમાં ખુશી માનવી રહ્યા છે. બંને બીજી વખત માતા-પિતા બન્યા છે. અંગદ બેદીએ આ વાતની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર આપી હતી. હવે નેહા ધૂપિયાએ પુત્રની પહેલી તસવીર શેર કરી દીધી છે.

નેહા ધૂપિયાએ 3 ઓક્ટોબરે પુત્રને જન્મ આપ્યો હતો. હવે નેહાએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે જેમાં તેણે દીકરાની પહેલી ઝલક બતાવી છે. તસવીરમાં તેની સાથે અંગદ બેદી અને પુત્રી મેહર પણ જોવા મળી રહેલ છે. નેહા ધૂપિયા અને અંગદ બેદી તાજેતરમાં જ તેમના બીજા બાળકના માતાપિતા બન્યા છે.

નેહા ધૂપિયા બીજી વખત માતા બની હતી. નેહાએ એક પુત્રને જન્મ આપ્યો. આ સિવાય નેહાને એક પુત્રી છે જેનું નામ મેહર છે. દીકરાના જન્મ બાદથી જ નેહાના ચાહકો બાળકનો ચહેરો જોવા માટે ઉત્સાહિત હતા. નેહાએ ડિલિવરીના 7 દિવસ પછી ચાહકોની આ માંગ પૂરી કરી અને પહેલી વાર સોશિયલ મીડિયા પર પોતાના નાના મહેમાનની ઝલક શેર કરી.

નેહા ધૂપિયાએ પતિ અને અભિનેતા અંગદ બેદી સાથે ઘણી તસવીરો શેર કરી છે. એક તસવીરમાં નેહા પોતાના બાળકને ખોળામાં પકડતી જોવા મળી રહી છે. બાકીની તસવીરોમાં નેહા અને અંગદ હોસ્પિટલ સ્ટાફ સાથે જોવા મળી રહ્યા છે.

આ સાથે નેહાએ હોસ્પિટલ સ્ટાફનો આભાર માનતા અને બીજી વખત માતા બનવાના આનંદ વિશે એક લાંબી પોસ્ટ પણ શેર કરી છે. તસવીરમાં નેહા ધૂપિયા પુત્રને ખોળામાં લઈને ઉભી છે અને અંગદ બેદી અને મેહર તેની સાથે છે. નેહા ધૂપિયા તસવીરમાં બ્લેક આઉટફિટમાં નજર આવી રહી છે. તેમનો પુત્ર બ્રાઉન કલરના કપડામાં લિપટાયેલો છે.

આ પોસ્ટમાં નેહાએ ડોક્ટરોનો આભાર માન્યો અને લખ્યું- ‘દરેક સમયે ધ્યાન રાખ્યું. ડિલિવરી પહેલાં અને પછી કાળજી લીધી. પીડાને ટાળવા માટે ડિલિવરી રૂમમાં જોક્સ કહ્યા. તમારું સ્મિત, સમજશક્તિ, હાસ્ય અને સૌથી અગત્યનું તમારું જ્ઞાન અને મને આ બધા માધ્યમથી આરામ આપે છે.’

નેહાની આ પોસ્ટના થોડા દિવસો પહેલા અંગદ બેદીએ વીડિયોમાં પોતાના પુત્રની એક નાની ઝલક શેર કરી હતી. આ વીડિયોમાં અંગદ નેહા સાથે દેખાયો હતો. વીડિયોમાં પુત્રના પગ બતાવતા અંગદે કહ્યું હતું – નિક્કે નિક્કે પગ. જણાવી દઈએ કે નેહા ધૂપિયા અને અંગદ બેદીએ 10મે 2018ના રોજ એક પ્રાઇવેટ સેરેમનીમાં અચાનક લગ્ન કરી લીધા હતા. જોકે ત્યારબાદ બંનેએ ખુલાસો કર્યો હતો કે અમે પ્રેમ કરીએ છીએ. ત્યારબાદ માત્ર 6 મહિના પછી નવેમ્બર 2018માં, તેમની પુત્રી મેહરનો જન્મ થયો હતો.

જણાવી દઈએ કે નેહા ધૂપિયા અને અંગદ બેદીએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા અને તે જ વર્ષના નવેમ્બર મહિનામાં તેઓએ દીકરી મેહરને જન્મ આપ્યો હતો. નેહા લગ્ન પહેલા જ ગર્ભવતી બની ગઈ હતી અને પછી તેણે અચાનક લગ્ન કરી લીધા હતા. તે સમયે ચાહકો થોડા સમય માટે આશ્ચર્યચકિત થયા હતા પરંતુ બાદમાં તેઓએ દંપતીને ખુબ અભિનંદન આપ્યા હતા.’

 

View this post on Instagram

 

A post shared by Neha Dhupia (@nehadhupia)

થોડા સમય પહેલા નેહા ધૂપિયાના બેબી શાવરની તસવીરો પણ વાયરલ થઈ હતી. તેના બેબી શાવરની તસવીર પર ચાહકોએ પ્રેમની વર્ષા કરી હતી. તસવીરોમાં તે મિત્રો સાથે કેક કાપતી જોવા મળી હતી. તસવીરો જોયા પછી સ્પષ્ટ થયું કે નેહા ધૂપિયા તેના બેબી શાવરને ખૂબ એન્જોય કરી રહી હતી. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીર શેર કરીને નેહા ધૂપિયાએ તેના મિત્રોનો આભાર માન્યો હતો.

પોપ્યુલર ટીવી શો “યે રિશ્તા કયા કહેેલાતા હે”માં સંસ્કારી વહુ અક્ષરાનું પાત્ર નિભાવી ઘરે ઘરે ફેમસ થયેલી અભિનેત્રી હિના ખાન એકવાર ફરી બોલ્ડ અવતારમાં નજર આવી છે. હિના ખાનનું નેહા ધૂપિયાના પતિ અને અભિનેતા અંગદ બેદી સાથે એક ગીત રીલિઝ થયુ છે,

જેમાં તે અંગદ સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે. હિના ખાન અંગદ બેદીને કયારેક ગીતમાં કિસ કરતી તો કયારેક ઇંટીમેટ થતી નજર આવી રહી છે. ગીતનું ટીઝર જયારે સામે આવ્યુ ત્યારે તેનો બોલ્ડ અવતાર જોઇ દર્શકો પણ હેરાન રહી ગયા હતા.

હિના ખાન અને અંગદ બેદીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર ગીતથી જોડાયેલ કેટલાક વીડિયો અને તસવીરો શેર કરી છે, જેમાં તે બંને એકબીજાને પકડી કિસ કરવા માટે આગળ વધતા જોવા મળી રહ્યા છે. હિના અને અંગદની આ રોમેન્ટિક કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી રહી છે.

હિના અને અંગદ બેદીનું “મેં ભી બર્બાદ” ગીત રીલિઝ થતાની સાથે જ યૂટયૂબ પર ટ્રેન્ડ કરવા લાગ્યુ છે. વીડિયોમાં બંનેની લાજવાબ કેમેસ્ટ્રીએ દર્શકોનું દિલ જીતી લીધુ છે. વીડિયોમાં હિના અને અંગદ બંને બિલકુલ અલગ જ જોવા મળી રહ્યા છે. હિના ખાન અને અંગદ બેદી બંને મ્યુઝિક વીડિયોમાં ગેંગસ્ટરના રોલમાં જોવા મળી રહ્યા છે.

હિના ખાનનો આ અવતાર પહેલા કયારેય પણ જોવા મળ્યો નથી. આ પહેલા પણ હિના ખાનના ઘણા મ્યુઝિક વી઼ડિયો રોમેન્ટિક અંદાજમાં આવ્યા હતા. પરંતુ આ વખતે હિના અને અંગદ બંનેએ શાનદાર પર્ફોમન્સથી બધાને હેરાન કરી દીધા છે.

Patel Meet