દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના ઘર “એન્ટિલિયા”ની બહારથી એક સંદિગ્ધ કાર મળી આવતા હડકંપ મચી ગયો છે. આ ગાડીની અંદર જેલેટીનની 20 લાકડીઓ મળી આવી છે. સાથે જ કેટલાક અન્ય દસ્તાવેજો પણ મળી આવ્યા છે. ત્યારબાદ આ મામલાની તપાસ ચાલી રહી છે.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધી છે, સાથે જ આ મામલામાં કેસ પણ દાખલ કરી લેવામાં આવ્યો છે. સીસીટીવી ફૂટેજ દ્વારા હવે આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.

ગુરુવારની સાંજે એન્ટિલિયાની બાહર એક સંદિગ્ધ સ્કોર્પિઓ કાર મળી આવી હતી. ઘટના સ્થળ ઉપર પોલીસ અને બૉમ્બ નિરોધક ટીમ પણ પહોંચી ગઈ હતી. તેમને કારને પોતાના કબ્જામાં લઈને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

મુંબઈ પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં નાકાબંધી પણ કરી દેવામાં આવી છે. ચેક પોસ્ટ ઉપર પોલીસ કર્મીઓ પણ નિયુક્ત કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન આવવા જવા વાળી તમામ ગાડીઓનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદ મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની ચુકી છે. મુકેશ અંબાણીના ઘરની આસપાસ સુરક્ષા પણ સખત કરી દેવામાં આવી છે. મુકેશ અંબાણી પાસે પહેલાથી જ Z+ સિક્યોરીટી છે.

ગામદેવી પોલીસના જણાવ્યા અનુસાર કાર્માઇકલ રોડ ઉપર એક સંદિગ્ધ સ્કોર્પિઓ કાર ઉભેલી જોવા મળી. પોલીસને તેની સૂચના મળવા ઉપર તરત જ તે ઘટના સ્થળે બૉમ્બ નિરોધક દળ સાથે પહોંચી ગઈ હતી. કારની તપાસ કરવામાં આવી જેમાંથી વિસ્ફોટક સામગ્રીમાં ઉપયોગ લેવામાં આવવા વાળા જીલેટીનના લાકડીઓ જપ્ત થઇ હતી. પોલીસ દ્વારા સંબધિત ધરાઓ મુજબ કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે.

એન્ટિલિયા પાસે મળેલી કારની મળનાર કેટલીક નંબર પ્લેટ પણ મળી આવી છે. ગાડીની અંદરથી મળેલી કેટલીક નંબર પ્લેટ મુકેશ અમાબાનીની સુરક્ષામાં લાગેલી ગાડીઓની નંબર પ્લેટ સાથે મેચ કરવામાં આવી છે.