શનિવારે એટલે કે 2 ઓક્ટોબરના રોજ ક્રૂઝમાં ચાલી રહેલી હાઇપ્રોફાઇલ પાર્ટી કેસમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની લાંબી પૂછપરછ બાદ NCBએ રવિવારે ધરપકડ કરી હતી. આ મામલે આર્યન ખાનને શનિવારે હિરાસતમાં લેવામાં આવ્યો હતો. આર્યન ખાન ઉપરાંત અરબાઝ મર્ચેંટ અને મુનમુન ધામેચાની પણ ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રીપોર્ટ અનુસાર, આર્યન ખાનના ફોનમાં તસવીરોના રૂપમાં ચોંકાવનારી આપત્તિજનક વસ્તુ મળી છે.
આ ઉપરાંત આર્યન ખાનની વોટ્સએપ ચેટમાં પૈસાની લેણદેણનો ખુલાસો પણ થયો છે. ચેટમાં સામે આવ્યુ છે કે, તેણે બેંક ટ્રાંજેક્શન માટે કેશની માંગ કરી છે. આજતકના રીપોર્ટ અનુસાર, NCBએ કહ્યુ કે, ચેટ્સમાં ઘણા કોડ નેમ મળ્યા છે અને તેની તપાસ કરવા માટે તેમને કસ્ટડીની જરૂર પડશે. બધાનો સામનો કરવો પડે છે. લિંક અને નેક્સસને ઉજાગર કરવા માટે હિરાસતની જરૂરત છે. ડગ તસ્કરો સાથે વોટ્સએપ પર આપત્તિજનક ચેટ કરવામાં આવી રહી છે. આ મામલે હજી પણ છાપેમારી ચાલી રહી છે.
આ કેસમાં મોટી હલચલ જોવા મળી રહી છે. આર્યન ખાનના વકીલ સતીષ માનસિંદે પણ કોર્ટમાં છે. NCB પૂછપરછમાં આર્યન ખાન રડી પડ્યો હતો. તેણે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તે 4 વર્ષથી ડગનું સેવન કરે છે. તેણે ભારત સિવાય બહારના દેશોમાં પણ ડગનું સેવન કર્યુ છે. એનડીટીવી ઇંડિયાના રીપોર્ટ અનુસાર, આર્યન ખાન, અરબાઝ અને મુનમુન ધામેચા રિમાન્ડ પર ચર્ચા દરમિયાન ASG અનિલ સિંહે કહ્યુ કે, ચેટથી એ જાણવા મળી રહ્યુ છે કે, તેમાં ઇન્ટરનેશનલ કાર્ટેલની મિલીભગત છે.
View this post on Instagram