શાહરૂખ ખાનના ઘરે કેમ ગઇ હતી NCB ટીમ ? ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યુ કારણ

NCB ની ટિમ શાહરૂખ ખાનની ઘરે આ કામ કરવા ગયેલી, જાણીને નવાઈ લાગશે

શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ડગ કેસમાં આર્થર રોડ જેલમાં છેલ્લા ઘણા દિવસોથી બંધ છે. શાહરૂખ ખાન દીકરાને મળવા માટે ઘણા સમય બાદ ગઇકાલે સવારે જેલ પહોંચ્યો હતો. શાહરૂખ ખાન જેલમાંથી ઘરે પરત ફર્યા બાદ એનસીબીની એક ટીમ તેના ઘરે મન્નત પહોંચી હતી. આ ટીમ અહીં લગભગ દોઢથી બે કલાક સુધી રોકાઇ હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. ટીમના મન્નત પહોંચવા પર બધા એવું માની રહ્યા હતા કે ટીમ શાહરૂખના ઘરે સર્ચ ઓપરેશન માટે ગઈ હતી પરંતુ NCB એ હવે આ બાબતે સ્પષ્ટતા કરી છે.

શાહરૂખ ખાનના ઘરેથી નીકળતી વખતે, એનસીબીના એક અધિકારીએ આજતક મીડિયા સાથે વાત કરતા કહ્યું- ‘તપાસમાં ઘણાની પૂછપરછ કરવી પડશે’. પરંતુ આ નિવેદનથી કંઈ સ્પષ્ટ થયું નથી કે NCB કયા હેતુ માટે શાહરુખના ઘરે ગઈ હતી. મામલો વેગ પકડતો જોઈને NCB એ એક નિવેદન જારી કર્યું. જેમાં એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના હવાલે જણાવવામાં આવ્યું હતું કે એનસીબીની ટીમ શાહરૂખના ઘરે દરોડા કે કોઈ સર્ચ ઓપરેશન માટે ગઈ ન હતી. હવે આ બાદ એવો સવાલ થાય કે જો ટીમ સર્ચ ઓપરેશન માટે ગઇ ન હતી તો કયા કારણોસર ગઇ ? આ જવાબનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ નિવેદનમાં લખ્યુ છે કે, 21 ઓક્ટોબરના રોજ NCB મુંબઇ ઝોનલ યુનિટના કેટલાક ઓફિસર મન્નત ગયા હતા. જે આર્યન ખાનનું ઘર છે. પ્રોસીજર અનુસાર આર્યન ખાનના પિતા શાહરૂખ ખાન સાથે કેટલાક ડોક્યુમેન્ટ લેવા ગયા હતા. આ રેડ ન હતી. જેવી કે મીડિયાના રીપોર્ટમાં કહેવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અને ડગ કેસમાં જેલમાં છે. તેને હજી સુધી જમાાનત મળી શકી નથી.

Shah Jina