સમીર વાનખેડે સામે અનન્યા પાંડેએ ખોલ્યું મોટું રાઝ, અનન્યાએ કહ્યું કે મારે ગાંજો ટ્રાય કરવો છે પછી આર્યને જે કર્યું

આર્યન ખાનના ડગ કેસમાં પકડાયા બાદ એનસીબીએ પોતાની તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે, આર્યન ખાનની ચેટના આધારે ઘણા બધા ખુલાસા પણ થયા છે જે અંતર્ગત અભિનેત્રી અનન્યા પાંડેની પણ પુછપરછ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ દ્વારા મળી રહેલી માહિતી અનુસાર પુછપરછમાં એનસીબીને ઘણી બધી મહત્વની સાબિતીઓ મળી છે.

એનસીબીને મળેલા પુરાવા પ્રમાણે ડગ કેસમાં સૌથી મોટી લિંક આર્યન ખાન અને અનન્યા સાથેની ચેટ છે. અનન્યાને સવારે 11 વાગે એનસીબીની ઓફિસ પહોંચવાનું હતું પરંતુ તે હજુ સુધી પહોંચી નથી. અનન્યા પાંડે સાથે જોડાયેલી ત્રણ ચેટ સૌથી વધારે મહત્વની હોવાનું સામે આવી રહ્યું છે.

2018થી 2019 વચ્ચે આ ચેટ ગાંજાને લઈને થઇ હતી, અનન્યાના બંને ફોન એનસીબી દ્વારા સીઝ કરી દેવામાં આવ્યા છે. તેના ઉપર સવાલોનો વરસાદ ત્યારે શરૂ થયો જયારે અનન્યા કન્ફ્યુઝ નજર આવી. તેને ઘણા સવાલો એમ કહીને ટાળી દીધા કે તેને બરાબર યાદ નથી.

એનસીબીના સિનિયર ઓફિસર પ્રમાણે અનન્યાની એક ચેટમાં તે આર્યનને કહી રહી છે કે તેને ગાજો પહેલા ટ્રાય કર્યો છે. અને તે ફરીથી ટ્રાય કરવા માંગે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આર્યન ખાન અને અનન્યા પાંડે ગાંજાને લઈને વાત કરી રહ્યા છે. આર્યન પૂછી રહ્યો હતો કે કઈ જુગાડ થઇ શકે છે ? અનન્યાએ જવાબ આપ્યો હતો “હું વ્યવસ્થા કરી દઈશ !”અનન્યાને એનસબીએ ચેટ બતાવી અને સવાલ પૂછ્યા, જેના ઉપર અનન્યાએ જવાબ આપ્યો કે હું ફક્ત મજાક કરી રહી હતી.

જો કે એનસીબીને અનન્યાની ચેટ ઉપર સવાલ કર્યા ત્યારે તેનો જવાબ હતો કે જે પણ વાતચીત આર્યન સાથે થઇ તે સિગરેટને લઈને થઇ હતી, ડગને લઈને અમારી વચ્ચે વાત નથી થઇ. જયારે અનન્યાને પૂછવામાં આવ્યું કે તેને ડગ લીધું છે ત્યારે તેને જવાબમાં સ્પષ્ટ ના પાડી દીધી હતી.

Niraj Patel