37ની ઉંમરમાં આ ફેમસ અભિનેત્રીએ કર્યા લગ્ન, હજી પણ થંભી નથી રહ્યું હનીમૂનની પ્રાઇવેટ તસવીરો લીક થવાનું

37 વર્ષે લગ્ન કરનાર સાઉથની આ ખુબસુરત હિરોઈનને હેન્ડસમ પતિ પર ખુબ જ પ્યાર ઉભરાઈ રહ્યો છે, હનીમૂનની પ્રાઇવેટ તસવીરો એક પછી એક મુકવા જ લાગી

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી નયનતારા અમુક દિવસો પહેલા જ લગ્નગ્રંથિથી જોડાઈ છે. નયનતારાએ ફિલ્મમેકર વિગ્નેશ શિવનની સાથે સાત ફેરા લીધા છે. લગ્ન પછીથી કપલ હનીમૂન માટે પણ પહોંચ્યું હતું અને ત્યાંની તસવીરો પણ શેર કરી હતી. હનીમૂન પરથી પરત આવ્યા પછી પણ બંને લગાતાર પોતાની રોમેન્ટિક તસવીરો શેર કરી રહ્યા છે, એવામાં એકવાર ફરીથી બંનેની રોમેન્ટિક તસવીરો સામે આવી છે જેમાં નયનતારા વિગ્નેશની બાહોમાં એકદમ કોઝી થઇ રહી છે.

તસવીરોમાં બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ થયેલા દેખાઈ રહ્યા છે. નયનતારા વિગ્નેશની બાહોમાં એકદમ ખુશ અને કમ્ફર્ટેબલ દેખાઈ રહી છે.તસવીરોમાં બંનેએ ગ્રે ટીશર્ટ અને જીન્સ પહેરી રાખ્યું છે અને બંને એકબીજા સાથે ખુબજ ક્યૂટ લાગી રહ્યા છે.બંનેની આ રોમેન્ટિક તસવીરો ચાહકોએ ખુબ પસંદ કરી છે ને ચાહકોની સાથે સાથે ફિલ્મી કલાકારો પણ તેની તસવીરો પર કમેન્ટ કરી રહ્યા છે.

આ તસવીરો વિગ્નેશે પોતાના એકાઉન્ટ પર શેર કરી છે અને કેપ્શનમા ફીલ્મના ગીતનું લિરિક્સ લખ્યું છે. આ ગીત નયનતારાની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ Kaathuvaakula Rendu Kaadha નું છે. તસવીરો પર ચાહકોએ ‘ક્યૂટ’, ‘ખુબ જ રોમેન્ટિક’, ‘ ‘Awww’ વગેરે જેવી કમેન્ટ્સ કરી છે અને સાથે જ હાર્ટ અને ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી છે.

નયનતારા-વિગ્નેશના લગ્ન 9 જુલાઈના રોજ ચેન્નઇમાં થયા હતા. લગ્નમાં રજનીકાંત, શાહરુખ ખાન, સૂર્યા, સહીત ઘણા કલાકારો આવી પહોંચ્યા હતા.લગ્ન બાદ બંને તિરુપતિ મંદિર ગયા હતા અને જેના પછી નયનતારાના પરિવારને મળવા માટે કેરળ પહોંચ્યા હતા. બંનેએ સાત વર્ષ સુધી એકબીજા સાથે ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. બંનેની પહેલી મૂલાકાત વર્ષ 2015માં તમિલ ફિલ્મ ‘નાનમ રાઉડી ધાન’ના સેટ પર થઇ હતી. નયનતારા જલ્દી જ બોલીવુડમા  ડેબ્યુ કરવા જઈ રહી છે. નયનતારા શાહરુખ ખાન સાથે ફિલ્મ જવાનમાં જોવા મળશે, જે આગળના વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Krishna Patel