આ નવરાત્રીએ જાણો માતાજીના એવા મંદિરો વિશે જેમાંથી કોઈ છે 100 વર્ષ જૂનું તો કોઈ 400થી વધુ વર્ષ જૂનું

ચૈત્રી નવરાત્રીનો આરામ થઇ ગયો છે જે રામનવમીએ સમાપ્ત થશે. આ નવરાત્રી દરમ્યાન નવ દેવીઓના દર્શન પણ કરવામાં આવે છે. એવામાં આજે અહીં વાત કરીશું દેવીઓના એવા પ્રસિદ્ધ મંદિરો વિશે વાત કે જે 155 વર્ષ તો કોઈ 400થી વધુ વર્ષ જુના છે.

કાલિબાડી મંદિર

લખનૌમાં કેસરબાગ ઘસિયારીમંડી સ્થિત કાલિબાડી મંદિર 155 વર્ષ જૂનું છે, કહેવાય છે કે મધુસુદન બેનર્જીએ સપનામાં મળેલા માતા ભગવતીના આદેશનું પાલન કરતા જાતે જ માટીની પ્રતિમા તૈયાર કરીને સ્થાપિત કરી હતી. અહીં મા બંગાળી પરંપરા અનુસાર ઓગસ્ટ 1863થી સિદ્ધ પીઠના રૂપમાં વિરાજમાન છે. પાંચ જીવોના મૂંડોની આધારશિલા પર માતાની સ્થાપના થઇ છે. અહીં શારદીય નવરાત્રીમાં મહિસાસુર મર્દિનીના વિશેષ પાઠ થાય છે.

બડી કાલીજી મંદિર

બડી કાલી મંદિરનો ઇતિહાસ સો વર્ષ જૂનો છે. કહેવાય છે કે શંકરાચાર્યએ માતાજીની મૂર્તિની સ્થાપના કરી હતી. જે કાલી માતાને આપણે પૂજીયે છીએ એ અસલમાં લક્ષ્મી-વિષ્ણુજીની મૂર્તિ છે. મુઘલોએ જયારે આ મંદિર પર ચડાઈ કરી હતી ત્યારે અહીંના પંડિતોએ અહીં સ્થાપિત મૂર્તિને બચાવવા માટે તેને એક કુવામાં ફેંકી દીધી હતી. આ કારણે આસ્થાની ધરોહર તો બચી ગઈ, પરંતુ દેવી મૂર્તિને બદલે લક્ષ્મી-વિષ્ણુજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. મંદિરમાં એક ખૂબ જ કિંમતી અષ્ટધાતુની મૂર્તિ પણ છે. નવરાત્રીમાં આ મંદિરમાં ભક્તોની ભીડ જામે છે.

છોટી કાલીજી મંદિર

લખનૌમાં ચોકમાં બંગડીવાળી લાંબી ગલી ખતમ થયા બાદ છેડા પર જૈન મંદિરની સામેના રસ્તા પર છોટી કાલીજીનું પ્રાચીન મંદિર આવેલું છે. ભક્તો જણાવે છે કે મંદિર લગભગ 400 વર્ષથી વધુ જૂનું છે. અહીં સ્થાપિત મૂર્તિ મંદિરના પરિસરમાં જ એક કુવામાંથી કાઢવામાં આવેલી એવું કહેવામાં આવે છે. મંદિરમાં કાલી માતા સાથે જ રામ દરબાર, રાધા-કૃષ્ણ, શિવાલી, ગણેશજી સહીત તમામ ઇષ્ટ દેવ વિરાજમાન છે.

ચંદ્રિકા દેવી મંદિર

ગોમતી નદીના કિનારે આવેલ માતા ચંદ્રિકા એવીનો દરબાર અમાસથી લઈને નવરાત્રિઓ આખી ઘંટો અને માતા ભગવતીના જ્યજ્યકારથી ગૂંજેલો રહે છે. આ પૌરાણિક તીર્થના ઇતિહાસના સંબંધમાં સ્કંદ પુરાણમાં ઉલ્લેખ મળે છે. મહારાજ યુધિષ્ઠિરના અશ્વમેઘ યજ્ઞના ઘોડાને માતા ભગવતીના ભક્ત સુધન્વા દ્વારા રોકી લેવામાં આવ્યો હતો. વાયકા છે કે મહારાજ દક્ષના શ્રાપથી ભગવાન ચંદ્રને પણ સુધન્વા કુંડમાં સ્નાન કરવાથી ક્ષય રોગથી મુક્તિ મળી હતી.

દુર્ગા મંદિરમાં જ્યોતિની સ્થાપના…

લખનૌના દુર્ગા મંદિરમાં રોજ અલગ-અલગ રંગોના ફૂલો અને વસ્ત્રોથી માતાના દરબારને સજાવવામાં આવે છે. માતા જ્વાળાની જ્યોતિની સ્થાપના થવાની સાથે જ માતાના ગુણગાન શરુ થઇ જાય છે. રોજ જ્યોતીના દર્શન કરવા મળે છે. ઠાકુરગંજ સ્થિત મહાકાલેશ્વર મંદિરમાં માતાની પ્રતિમાને ફૂલોની સાથે સજાવવાની સાથે જ નવદંપતીઓના દર્શન માટે અલગ વ્યવસ્થા હોય છે.

Shah Jina