ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર નવદીપ સૈની થયો સ્વાતિના પ્રેમમાં ક્લીન બોલ્ડ, જુઓ લગ્નની ખૂબસુરત તસવીરો

સ્વાતિના પ્રેમમાં નવદીપ થયો બોલ્ડ, હિંદુ રીતિ-રિવાજથી કર્યા લગ્ન, અર્શદીપ સહિત સાથી ખેલાડીઓએ આપી શુભકામના

ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T-20 શ્રેણી રમી રહી છે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતે શ્રેણીની શરૂઆત જીત સાથે કરી હતી. ત્યારે આ વચ્ચે ભારતીય ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ તેની લોન્ગટાઇમ ગર્લફ્રેન્ડ સ્વાતિ અસ્થાના સાથે લગ્નની ખબર સામે આવી રહી છે.

આ જાણકારી તેણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લગ્નની તસવીરો સાથે શેર કરી. નવદીપ સૈનીએ તેના લગ્નની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેણે સ્વાતિને પણ ટેગ કરી છે. નવદીપ સૈની અને સ્વાતિએ લગ્ન હિંદુ રીતિ-રિવાજ મુજબ કર્યા હતા. કપલે લગ્નમાં સફેદ રંગનો ડ્રેસ કોડ પહેર્યો હતો.

નવદીપ સૈની સફેદ શેરવાનીમાં સ્માર્ટ લાગી રહ્યો છે, તો સ્વાતિ પણ સફેદ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. નવદીપે તસવીર શેર કરતાની સાથે જ મોહમ્મદ સિરાજથી લઈને અર્શદીપ સિંહ અનેક ખેલાડીએ તેને અભિનંદન પાઠવ્યા. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર નવદીપ સૈની પોતાની ઝડપી ગતિ માટે જાણીતો છે.

2021થી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહેલા નવદીપ સૈનીએ 2019માં RCB તરફથી રમતા IPLમાં પદાર્પણ કર્યું હતું. આ પછી તે 3 વર્ષ રહ્યો અને રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો. તેને વર્ષ 2023માં તક આપવામાં આવી હતી. નવદીપ સૈનીએ આઈપીએલમાં કુલ 32 મેચ રમી છે, જેમાં તેણે 974 રન બનાવ્યા છે અને 23 વિકેટ લીધી છે.

જણાવી દઇએ કે, હરિયાણામાં જન્મેલા નવદીપ સૈનીએ વર્ષ 2019માં T20Iમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. નવદીપની પત્ની સ્વાતિ ફેશન, ટ્રાવેલ અને લાઇફસ્ટાઇલ વ્લોગર છે જેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને યુટ્યુબ ચેનલ પણ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 80,000થી વધુ ફોલોઅર્સ પણ છે.

Shah Jina