ભારતની આ છોકરીએ અનોખો ડ્રેસ પહેરી જીત્યો નેશનલ કોસ્ટ્યૂમનો એવોર્ડ- રોશન કર્યુ દેશનું અને પરિવારનું નામ, જાણો એવી તો શું ખાસિયત છે આ ડ્રેસમાં

મિસિસ વર્લ્ડ 2021માં ભારતની મિસિસ ઇન્ડિયા નવદીપ કૌર બે મેડલ લઇને ઘરે આવી હતી. તેમાંથી એક મેડલ નવદીપને બેસ્ટ કોસ્ટ્યૂમ માટે અને બીજો ટોપ 15 ફાઇનલિસ્ટમાં સામેલ થવા માટે મળ્યો હતો. નવદીપ ખૂબ જ સ્ટાઇલિશ છે અને તેના આઉટફિટ્સ પણ ઘણા જ સ્ટાઇલિશ હોય છે. નવદીપ જે યલો પેંટ સૂટમાં ભારત પરત ફરી તે ખૂબ જ ફેશનેબલ હતો. આંચલ રોહડાના ડિઝાઇનર મૈંગો બ્લેઝરમાં નવદીપનો પૂરો લુક નિખરી રહ્યો હતો. પરંતુ જે આઉટફિટમાં નવદીપે મિસિસ વર્લ્ડ કોમ્પિટીશનમાં બેસ્ટ નેશનલ કોસ્ટ્યૂમનો એવોર્ડ જીત્યો હતો તે કુંડલી ચક્રથી પ્રેરિત હતો.

આ ગોલ્ડન આઉટફિટની તો જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. હાઇ થાઇ બુટ્સ, માથા પર તાજ પહેરી ગહેનાથી સજેલી નવદીપના આ લુકની જેટલી સરાહના કરવામાં આવે તેટલી ઓછી છે. નવદીપનો ગોલ્ડન ડ્રેસ ફેમસ ફેશન ડિઝાઈનર એગી જાસ્મીને ડિઝાઈન કર્યો છે. એગી જાસ્મીન વિવિધ પ્રકારના ડ્રેસ ડિઝાઇન કરવા માટે જાણીતા છે. તેણે ડ્રેસ દ્વારા નવદીપને નાગનો લુક આપ્યો હતો. પહેરવેશ દ્વારા માથાથી પગ સુધી સોનેરી લુક આપવામાં આવ્યો હતો. શરીરમાં મૂળભૂત રીતે 7 ચક્રો હોય છે, તેમને સૃષ્ટિની તમામ શક્તિઓનું કેન્દ્ર માનવામાં આવે છે. આ 7 ચક્રો (મૂલાધર, સ્વાધિસ્થાન, મણિપુરા, અનાહતા, વિશુદ્ધિ, અજના અને સહસ્ત્રાર)) નવદીપના પહેરવેશમાં સમાવિષ્ટ હતા.

કુંડલિની ચક્રથી પ્રેરિત આ વસ્ત્રનું નામ કુંડલિની રાખવામાં આવ્યું છે. કોમ્પિટીશન દરમિયાન આ અલગ પ્રકારના ડ્રેસની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.સાપનું રૂપ આપવાની સાથે માથા પર 6 દાંત પણ દર્શાવવામાં આવ્યા છે. આટલું જ નહીં ડ્રેસને આકર્ષક બનાવવા માટે પગ અને ખભા પર સાપ પણ બતાવવામાં આવ્યા છે. બેસ્ટ કોસ્ચ્યુમ એવોર્ડની જાહેરાત કરતી વખતે નિર્ણાયકોએ પણ તેના ડ્રેસની પ્રશંસા કરી હતી.

ફેશન ડિઝાઈનર એગી જાસ્મીન માટે આ પ્રથમ વખત નથી કે તેના દ્વારા ડિઝાઈન કરાયેલ ડ્રેસને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પોશાક તરીકે પસંદ કરવામાં આવ્યો હોય. આ પહેલા પણ તે અનેક એવોર્ડ પોતાના નામે કરી ચુક્યા છે. ગયા વર્ષે ઈન્ડોનેશિયામાં યોજાયેલી સ્પર્ધામાં તેના ડ્રેસને બેસ્ટ કોસ્ચ્યુમનો એવોર્ડ મળ્યો હતો. ભારતની હરનાઝ સંધુએ મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીતીને આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનો ધ્વજ લહેરાવ્યો, ત્યારે હવે મિસિસ વર્લ્ડ 2022ની જાહેરાત કરવામાં આવી છે.

અમેરિકાની શેલિન ફોર્ડે મિસિસ વર્લ્ડ 2022નો ખિતાબ જીત્યો છે. પરંતુ આ સ્પર્ધામાં ભારતની નવદીપ કૌરે પણ તેને બરાબરની ટક્કર આપી હતી. તેણે ટોપ 15માં સ્થાન મેળવ્યું અને શ્રેષ્ઠ રાષ્ટ્રીય આઉટફિટનો ખિતાબ જીત્યો. નવદીપ કૌરની આ જીત તેના માટે અને ભારત માટે મોટી ઉપલબ્ધિ છે.  ચાલો જાણીએ કોણ છે નવદીપ અને તેના પોશાકની ખૂબ ચર્ચા કેમ થઈ રહી છે. નવદીપ કૌરે કુંડલિની ચક્રથી પ્રેરિત આઉટફિટ પહેર્યો હતો. આ આઉટફિટ પહેરવા પાછળ નવદીપ અને તેના કોસ્ચ્યુમ ડિઝાઇનરનો મુખ્ય હેતુ ભારતને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉજાગર કરવાનો હતો.

પ્રથમએ તે મિસિસ વર્લ્ડ સ્ટેજ જેવા આંતરરાષ્ટ્રીય મંચ પર દેશની આર્ટવર્ક દર્શાવવી, બીજુંએ કે આઉટફિટમાં દેશની પરંપરાની ઝલક છે, જે ઉજ્જવળ રીતે ભારતીય સંસ્કૃતિને સારી રીતે જણાવે છે. ત્રીજુંએ કે આ એવી થીમ છે જે સ્ત્રીની ઉર્જા અને શક્તિ પર પ્રકાશ ફેંકે છે. ચોથુંએ કે સ્ત્રી કુંડલિની સાપની ઊર્જાને વધુ સારી રીતે રજૂ કરી શકે છે. પાંચમુંએ કે આ આઉટફિટ દ્વારા તેણે અનોખી શૈલી અને આત્મવિશ્વાસ બતાવવાનો હતો. નવદીપ કૌરનો આઉટફિટ ખરેખર શાનદાર હતો. તેની સ્ટાઈલ અને તેની પાછળનો હેતુ અન્યો કરતા સાવ અલગ હતો.

નવદીપ ઓડિશાના રાઉરકેલા શહેરમાં સ્થિત નાના શહેર કંસબહાલનો રહેવાસી છે. કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી અને MBAની ડિગ્રી ધરાવતી નવદીપે સૌંદર્ય સ્પર્ધામાં પ્રવેશતા પહેલા એક ખાનગી બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કર્યું હતું. તે આસિસ્ટન્ટ પ્રોફેસર પણ રહી ચૂકી છે. ઓક્ટોબર 2020માં, નવદીપ મિસિસ ઇન્ડિયા વર્લ્ડની વિનર રહી હતી. ત્યારબાદ મિસિસ વર્લ્ડ 2022 સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તેની પસંદગી કરવામાં આવી હતી.

મિસિસ વર્લ્ડ 2022 ઈવેન્ટ યુએસએના નેવાડા, લાસ વેગાસમાં યોજાઈ હતી.નવદીપ કૌરના લગ્ન 2014માં કમલદીપ સિંહ સાથે થયા હતા. તેને પાંચ વર્ષની પુત્રી જસલીન પણ છે. ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં કમલદીપ સિંહે પોતાની પત્નીની આ સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે સમગ્ર દેશ અને પરિવારને તેના પર ગર્વ છે. નવદીપે આ માટે ખૂબ મહેનત કરી અને પોતાના સપના પૂરા કરવા માટે નોકરી પણ છોડી દીધી.

 

View this post on Instagram

 

A post shared by Navdeep Kaur (@komal.navdeepkaur)

Shah Jina