બોલીવુડમાંથી આવ્યા વધુ એક દુઃખદ સમાચાર, આ ખ્યાતનામ ડાયરેક્ટરનું થયું નિધન, અમિતાભ બચ્ચને પણ વ્યક્ત કર્યું દુઃખ, જુઓ

ખાસ મિત્રના નિધન પર ભાવુક થયા અમિતાભ બચ્ચન, યાદ કરીને લખ્યું, “એક પછી એક બધા ચાલ્યા ગયા..”

છેલ્લા થોડા સમયથી બૉલીવુડમાંથી એક પછી એક દુઃખદ સમાચાર આવતા રહે છે, બે દિવસ પહેલા જ ટીવી અભિનેતા સિદ્ધાંત સૂર્યવંશીનું નિધન થયું, હજુ દેશ તેના નિધનના દુઃખમાંથી ઉભો નહોતો થયો ત્યાં જ વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, ફિલ્મ નિર્માતા રાકેશ શર્માનું નિધન થયું છે, જેમના નિધન પર અમિતાભ બચ્ચને પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.

રાકેશ શર્મનું નિધન 81 વર્ષની ઉંમરમાં 10 નવેમ્બરના રોજ મુંબઈમાં થયું. તે સ્ક્રીનરાઇટર અને પ્રોડ્યુસર હતા. છેલ્લા ઘણા સમયથી તે કેન્સર સામે જંગ લડી રહ્યા હતા. મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તેમના ખાસ મિત્ર અને ફિલ્મ નિર્દેશક રાકેશ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. બિગ બીએ ઈમોશનલ બ્લોગ લખીને રાકેશને યાદ કર્યા છે. બિગ બીએ પણ આ બ્લોગમાં જણાવ્યું છે કે તેઓ દિગ્ગજ દિગ્દર્શકના અંતિમ સંસ્કારમાં સામેલ થયા ન હતા અને આનું કારણ પણ તેમણે પોતાના બ્લોગમાં જણાવ્યું છે.

અમિતાભ બચ્ચને ભાવુક થઈને જણાવ્યું છે કે “બીજો દુઃખદ દિવસ, અન્ય મિત્ર અમને છોડીને ગયા, ખાસ કરીને મને. ‘જંજીર’માં પ્રકાશ મહેરાના પ્રથમ સહાયક દિગ્દર્શક રાકેશ શર્મા, પછી પીએમ (જેને અમે દેશના પીએમ કહેતા હતા.) અન્ય ફિલ્મો માટે સ્વતંત્ર દિગ્દર્શક, એકલા ‘હેરા ફેરી, ખૂન પસીના, મિસ્ટર નટવરલાલ, યારાના જેવી ફિલ્મો બનાવી. સેટ પર મહાન સૌહાર્દ અને અન્ય સામાજિક રીતે અન્ય પ્રસંગો અને હોળી સાથે જોડાયા.”

બિગ બીએ આગળ લખ્યું “એક પછી એક બધા જ ગયા, પરંતુ રાકેશ જેવા કેટલાક એવી છાપ છોડી જાય છે જેને ભૂંસી નાખવી અથવા ભૂલી જવી મુશ્કેલ છે. સ્ક્રીન પ્લે અને ડિરેક્શનની તેમની સમજ, તેમનું લેખન અને તેમની અંદરની ક્ષણ… તેમની મજા એક્ઝેક્યુશન, નટ્ટુ અને યારાના દરમિયાન લોકેશન પર. તેને તેની ક્ષમતાઓ પર પૂરો વિશ્વાસ હતો અને અમને વિષમ દિવસોમાં શૂટમાંથી બ્રેક લેવાની સ્વતંત્રતા આપી જેથી અમે આરામ કરી શકીએ, હરવા-ફરવા અને તેની સાથે હસી શકીએ.”

તેમના અંતિમ સંસ્કારમાં ના જવા વિશે બિગ બીએ કહ્યું,  “ના, હું તેમના અંતિમ સંસ્કારમાં જવા માટે સંકોચ અનુભવીશ.. કારણ કે હું રાકેશને આ રીતે જોઈ શકીશ નહીં.” બિગ બી લખે છે, “તમે તમારા સ્ટોરી આઈડિયા અને ફિલ્મથી અમારા જેવા ઘણા લોકોને ખાસ બનાવ્યા છે. રાકેશ તમને હંમેશા યાદ કરવામાં આવશે.”

રાકેશ દિગ્દર્શકની સાથે લેખક અને નિર્માતા પણ હતા. તેમણે પોતાના કરિયરમાં ‘ખૂન પસીના’, ‘દો ઔર દો પાંચ’, ‘યારાના’, ‘જોની આઈ લવ યુ’, ‘દિલ તુઝકો દિયા’, ‘કૌન જીતા કૌન હરા’, ‘કમાન્ડર’ જેવી ઘણી હિટ ફિલ્મો આપી. આ સાથે તેમણે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. રાકેશની છેલ્લી ફિલ્મ સલમાન ખાન સ્ટારર ‘સૂર્યવંશી’ હતી જે 1992માં રિલીઝ થઈ હતી.

Niraj Patel