નટુકાકાના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા બાપુજી અમિત, અબ્દુલ અને ઐયર પણ આવ્યા નજર, ભીની આંખે આપી શ્રદ્ધાંજલિ

નટુકાકાના માલિક જેઠાલાલ સાથે સ્વામિનારાયણ સંતો પણ આવ્યા, જુઓ અંતિમ તસવીરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુકાકાનું પાત્ર નિભાવી રહેલા ઘનશ્યામ નાયકનું ગઈકાલે સાડા પાંચ વાગ્યાની આસપાસ 77 વર્ષની ઉંમરે સૂચક હોસ્પિટલમાં નિધન થઇ ગયું. જેના બાદ ચાહકોમાં પણ શોકની લાગણી ફરી વળી હતી. તો તારક મહેતાના કલાકારોને પણ નટુકાકાના જવાનો આઘાત લાગ્યો હતો.

આજે 4 ઓક્ટોબરના રોજ નટુકાકાને અંતિમ વિદાય આપવામાં આવી, આ દરમિયાન તેમના પરિવારજનો સાથે તેમના પડોશીઓ, ચાહકો અને તારક મહેતા શોની ટીમના પણ ઘણા સદસ્યો આવી પહોંચ્યા હતા. નટુકાકાની સ્મશાન યાત્રા દરમિયાન ઘણા ભાવુક દૃશ્યો પણ સર્જાય હતા. સૌની આંખો આ સમયે નમ જોવા મળી રહી હતી અને ચહેરા ઉપર પણ શોકનો ભાવ દેખાતો હતો.

નટુકાકાની અંતિમ યાત્રા મલાડ સ્થિત તેમના ઘરેથી નીકળી હતી. એમ્બ્યૂલન્સમાં નટુકાકાનો પાર્થિવ દેહ સ્મશાનમાં લાવવામાં આવ્યો હતો. તારક મહેતાની ટીમમાંથી નટુકાકાના અંતિમ સંસ્કાર દરમિયાન અમિત ભટ્ટ, શ્યામ પારેખ, તન્મય વેકરિયા, દિલીપ જોષી, અસિત મોદી, શરદ સાંકલા, તનુજ મહાશબ્દે, મંદાર ચંદવાડકર,ભવ્ય ગાંધી (જૂનો ટપુડો) તથા સમય શાહ (ગોગી), ડિરેક્ટર હર્ષદ આવ્યા હતા.

તારક મહેતાની અંદર જેઠાલાલનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા દિલીપ જોશી સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સાથે આવી પહોંચ્યા હતા. જેમની તસવીરો પણ સામે આવી છે. આ દરમિયાન દિલીપ જોશીના ચહેરા ઉપર નટુકાકાના જવાનું દુઃખ સ્પષ્ટ તરી આવતું હતું.

નટુકાકાની અંતિમ યાત્રા આજે તેમના મલાડ સ્થિત ઘરેથી નીકળી છે. તેમના અંતિમ સંસ્કાર કાંદિવલીના દહાનુકર વાડીમાં ઇલેક્ટ્રિક સ્મશાનમાં કરવામાં આવશે. ઘનશ્યામ નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું.

એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને ઓપરેશનમાં 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી.ઘનશ્યામ નાયક લગભગ 55 વર્ષોથી મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આ સમય દરમિયાન તેમને પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. 200 ગુજરાતી અને હિન્દી ફિલ્મો સાથે 350 હિન્દી સિરિયલોમાં કામ કરનાર અભિનેતા, પૈસા કમાવવા માટે રસ્તાઓ પરફોર્મ કરતા હતા. ઘનશ્યામ નાયક રંગભૂમિ, ફિલ્મો, હિન્દી ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં જાણીતું નામ હતા.

ઘનશ્યામ નાયકે જીવનના છેલ્લા શ્વાસ સુધી સંઘર્ષ કર્યો છે, તેમને જીવનના શરૂઆતના સમયમાં પૈસા માટે સંઘર્ષ કર્યો અને અંતિમ સમયમાં તેઓ કેન્સર સામે ઝઝૂમતા રહ્યા, તેમની સારવાર પણ ચાલી રહી હતી. પરંતુ ગઈકાલે 3 ઓક્ટોબરના રોજ તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.

Niraj Patel