મોહમ્મદ શમી ઉપરાંત આ 26 ખેલાડીઓને એનાયત કરવામાં આવ્યા રાષ્ટ્રપતિના હાથે અર્જુન એવૉર્ડ, જુઓ લિસ્ટ
National Sports Awards 2023 Winners List : મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાષ્ટ્રપતિ ભવન ખાતે વિવિધ હસ્તીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ભારતનું બીજું સર્વોચ્ચ એથ્લેટિક સન્માન છે. અર્જુન પુરસ્કાર છેલ્લા ચાર વર્ષમાં સારા પ્રદર્શન માટે તેમજ નેતૃત્વ, ખેલદિલી અને શિસ્તનું પ્રદર્શન કરવા માટે આપવામાં આવે છે. આ વખતે કુલ 28 વર્તમાન ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાત્વિક-ચિરાગની જોડીને ખેલ રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે જ અન્ય 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શમીને મળ્યો અર્જુન એવૉર્ડ :
અર્જુન એવોર્ડ મેળવનાર ખેલાડીઓમાં મોહમ્મદ શમીનો પણ સમાવેશ થાય છે. બેડમિન્ટન ખેલાડીઓ ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીને 2023માં તેમના શાનદાર પ્રદર્શન માટે પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે 2023માં એશિયન ગેમ્સમાં બેડમિન્ટનમાં પોતાનો અને દેશનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય એશિયન ચેમ્પિયનશિપ અને ઇન્ડોનેશિયા ઓપન સુપર 1000નું ટાઇટલ પણ જીત્યું.
2 ખેલાડીને ખેલરત્ન :
હોકી મહાન મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે સામાન્ય રીતે 29 ઓગસ્ટે યોજાતો સ્પોર્ટ્સ એવોર્ડ સમારોહ, ગયા વર્ષે 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી હાંગઝોઉ એશિયન ગેમ્સને કારણે મુલતવી રાખવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં 26 ખેલાડીઓ અને પેરા-એથ્લેટ્સને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ગયા વર્ષે ODI વર્લ્ડ કપ 2023માં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 24 વિકેટ લીધી હતી.
કુલ 26 ખેલાડીઓને અર્જુન એવૉર્ડ :
33 વર્ષનો અનુભવી ઝડપી બોલર શમી હાલ પગની ઘૂંટીની ઈજાથી પીડાઈ રહ્યો છે. આ કારણોસર તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટેસ્ટ શ્રેણી રમી શક્યો ન હતો. પરંતુ હવે તે ઈંગ્લેન્ડ સામેની 5 મેચની હોમ ટેસ્ટ શ્રેણીમાં રમે તેવી અપેક્ષા છે. તાજેતરમાં ચેસ ગ્રાન્ડમાસ્ટર બનેલી આર વૈશાલીને પણ અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. તે સ્ટાર ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદની મોટી બહેન છે. કોનેરુ હમ્પી અને દ્રોણવલ્લી હરિકા પછી ગ્રાન્ડ માસ્ટર બનનાર વૈશાલી દેશની ત્રીજી મહિલા ખેલાડી છે.
#WATCH | Delhi: Mohammed Shami received the Arjuna Award from President Droupadi Murmu at the National Sports Awards. pic.twitter.com/znIqdjf0qS
— ANI (@ANI) January 9, 2024