ખાદ્ય તેલોના ભાવ વધારાને પહોંચી વળવા માટે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, આટલા હજાર કરોડનું કરશે રોકાણ

દેશભરમાં વધી રહેલી મોંઘવારીએ લોકોના હાજા ગગડાવી નાખ્યા છે, અને તેમાં પણ પેટ્રોલ ડીઝલ અને ખાદ્ય  તેલના ભાવ તો આસમાને પહોંચી રહ્યા છે, જેના કારણે સામાન્ય માણસની કમર પણ તૂટી ગઈ છે, ત્યારે હવે ખાદ્યતેલના વધી રહેલા ભાવ વધારા ઉપર અંકુશ મેળવવા માટે મોદી સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પીએમ દ્વારા ખાદ્ય તેલમાં દેશને આત્મ નિર્ભર બનાવવા માટે અને ખેડૂતોને ફાયદો પહોંચવવા માટે રાષ્ટ્રીય ખાદ્ય તેલ મિશન પૉમ ઓઈલની જાહેરાત કરી છે. જેના માટે સરકાર લગભગ 11 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર વર્ષ 2025-26 સુધી દેશમાં પામ ઓઇલનું ઉત્પાદન 1 ઘણું વધારેની 11 લાખ મેટ્રિક સુધી કરવાનું લક્ષ રાખી રહી છે.

આ યોજના અંતર્ગત પામ ઓઇલ ઉત્પાદનને વધારો મળશે અને આયાત ઉપર નિર્ભરતામાં કમી આવશે. પીએમ દ્વારા કહેવામાં આવ્યું કે, “જે આપણા ખેડૂતોએ કઠોળમાં કર્યું છે, એ જ સંકલ્પ આપણે તેલીબિયાંમાં પણ કરવો પડશે. ખાવાના તેલમાં આત્મનિર્ભરતા મેળવવા માટે રાષ્ટ્રીય ખાદ્ય તેલ મિશન (પૉમ ઓઇલ)નો સંકલ્પ લેવામાં આવ્યો છે.”

પીએમ મોદીએ આગળ જણાવ્યું કે, “આ મિશનના માધ્યમથી ખાવાના તેલના ઉત્પાદનમાં વધારો કરવા માટે 11 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ અંતર્ગત ખેડૂતોને દરેક પ્રકારની સુવિધા આપવામાં આવશે. જેના અંતર્ગત પારંપરિક તેલીબિયાંની ખેતીમાં પણ વધારો કરવામાં આવશે.”

Niraj Patel