ગુજરાત ટાઇટન્સના કપ્તાન હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ શેર કરી દીકરા સાથેની શાનદાર તસવીરો, જુઓ કેટલો ક્યૂટ લાગે છે છોટે પંડ્યા

થોડા જ સમયમાં IPLનો રોમાન્સ જામવાનો છે, ખદુનિયાભરના ખેલાડીઓ મેદાન ઉપર ઉતરશે અને ચાહકો સ્ટેન્ડમાં અને ટીવી સામે એકથી એક દિલ ધડક મેચ જોતા જોતા પોતાની ટીમને સપોર્ટ કરવા લાગી જશે, ત્યારે આ આઇપીએલનો રોમાન્ચ એટલા માટે પણ ખાસ છે કે આ વખતે આઇપીએલમાં બે નવી ટીમ મેદાનમાં ઉતરવાની છે.

ત્યારે એવી જ નવી ટીમ ગુજરાત ટાઇટન્સના કપ્તાન હાર્દિક પંડ્યાને બનાવવામાં આવ્યા છે. હાર્દિક પંડ્યા ઇન્ડિયન ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી છે અને ખાસ તે ગુજરાતનો હોવાના કારણે ગુજરાત ટાઇટન્સ માટે તેમને લઈને ઉત્સાહ પણ ચાહકોમાં વધુ જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ હાર્દિક પંડ્યાના દીકરા અગત્સ્યની તસવીરો સામે આવી છે.

હાર્દિક પંડ્યાની પત્ની અભિનેત્રી નતાશાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં અગત્સ્યની ઘણી બધી તસવીરો શેર કરી છે, જેમાં અગત્સ્યનો ક્યૂટ ક્યૂટ અંદાજ જોવા મળી રહ્યો છે, આ ઉપરાંત નતાશા અને અગત્સ્ય સ્વિમિંગ પુલની અંદર શાનદાર પોઝ આપતા પણ જોવા મળી રહ્યા છે.

આ તસ્વીરોમાં અગત્સ્ય તેમના પાલતુ પેટ્સ સાથે પણ રમતો જોવા મળી રહ્યો છે, આ ઉપરાંત તે તેની ટોય કારમાં પણ સવારી કરતો જોવા મળી રહ્યો છે. નત્સાહ દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, સામાન્ય લોકો સાથે સેલેબ્સ પણ અગત્સ્યની ક્યુટનેસના વખાણ કરી રહ્યા છે.

હાર્દિકે વર્ષ 2020ની શરૂઆતમાં અભિનેત્રી નતાશા સટેન્કોવિકને પ્રપોઝ કર્યા બાદ દુબઈમાં સગાઈ કરી  લીધી હતી. આ સેલેબ્રીટી કપલે 30 જુલાઈ 2020ના રોજ પોતાના દીકરા અગત્સ્યનું આ  દુનિયામાં સ્વાગત કર્યું હતું. અગત્સ્યનો જન્મ આણંદની આકાંક્ષા હોસ્પિટલમાં થયો હતો.

અગત્સ્યના એક વર્ષ પૂર્ણ થવા ઉપર નતાશાએ પણ એક વીડિયો શેર કર્યો હતો જેમાં નતાશા સાથેની ઘણી યાદો તેને એક જ વીડિયોની અંદર કેદ કરી લીધી હતી.  આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ  થયો હતો.  તમને જાણવી દઈએ કે હાર્દિક અને તેનો ભાઈ કુણાલ પંડ્યા તેમની જીવનશૈલીના કારણે ખૂબ ચર્ચામાં રહે છે.

તમને જણાવી દઈએ કે ગત વર્ષે પૂરા થયેલા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કારમી હાર બાદ તેને ભારતીય ટીમમાં તક મળી નથી અને તેનું અનફિટ હોવું પણ ટીમની હારનું મુખ્ય કારણ છે. જેના કારણે ટીમ ઈન્ડિયા ગ્રુપ મેચની સાથે જ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ હતી.

Niraj Patel