હાય ગરમી ! બોલી હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ શેર કરી એવી તસવીરો કે ચાહકો બોલ્યા- બસ કરો હવે

હાર્દિક પંડ્યાની વિદેશી પત્ની પુલમાં આટલા હોટ કપડાં પહેરીને ઉતરી, તસવીરો જોતા જ ફેન્સ હચમચી ઉઠ્યા હવે

IPL 2022માં એક તરફ હાર્દિક પંડ્યા અને તેની કેપ્ટન્સીવાળી ટીમ ગુજરાત ટાઇટન્સ ધમાલ મચાવી રહી છે તો બીજી તરફ તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. હાર્દિક પંડ્યા આ દિવસોમાં ક્રિકેટના મેદાનમાં પરસેવો પાડી રહ્યો છે ત્યારે તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સ્વિમિંગ પૂલમાં ગરમીથી છુટકારો મેળવી રહી છે. હાલમાં જ નતાશાએ તેના પૂલની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. નતાશા આ દિવસોમાં તેના પતિ સાથે IPLમાં હાજર છે અને દરેક મેચમાં તેને સપોર્ટ કરવા સિવાય તે ગ્લેમરસ અંદાજમાં જોવા મળે છે.

તાજેતરમાં, નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક હોટ તસવીરો શેર કરી છે, જેમાં તે બિકી પહેરીને ધૂમ મચાવી રહી છે. આ દિવસોમાં લોકો ગરમીથી પરેશાન છે અને ખાસ કરીને મુંબઈની ગરમીનું તો શું કહેવું. આવી ગરમીમાં નતાશા સ્ટેનકોવિક પાણીમાં આગ લગાવતી જોવા મળે છે.તેણે ઇન્સ્ટાગ્રામ પર સ્વિમિંગ પૂલમાં એન્જોય કરતી કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે વ્હાઇટ કલરની વન શોલ્ડર બિકી પહેરેલી જોવા મળી રહી છે, તેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. તેની આ તસવીરને ત્રણ લાખથી વધુ લોકોએ લાઈક કરી છે.

જો કે, આ પહેલીવાર નથી, આ IPL સિઝન પહેલા પણ તેણે લાલ બિકી પહેરીને ખૂબ જ ધૂમ મચાવી હતી અને પુત્ર સાથે પૂલ સેશનની મજા માણી હતી. નતાશા સ્ટેનકોવિક હંમેશા તેના સ્ટાઇલિશ દેખાવ માટે જાણીતી છે. આ તસવીરો શેર કરતાં નતાશાએ કેપ્શનમાં લખ્યું- હાય ગરમી ! નતાશા સ્ટેનકોવિક એક સર્બિયન ડાન્સર, મોડલ અને અભિનેત્રી છે. નતાશાએ 1 જાન્યુઆરી 2020ના રોજ હાર્દિક પંડ્યા સાથે સગાઈ કરી હતી. હાર્દિક અને નતાશાને એક પુત્ર પણ છે. જેનું નામ અગસ્ત્ય પંડ્યા છે.

નતાશા પોતાની ફિટનેસ પર ઘણું ધ્યાન આપે છે અને સાથે સાથે તે એકદમ સ્ટાઇલિશ પણ છે. તે ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. IPL 2022માં, તેના પતિની ટીમે અત્યાર સુધી ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. નતાશાએ કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. નતાશાનો જન્મ 4 માર્ચ 1992ના રોજ થયો હતો અને તે 30 વર્ષની છે. હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તે છેલ્લી IPL સુધી મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ રહ્યો છે. આ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સે તેને જાળવી રાખ્યો ન હતો અને ગુજરાત ટાઇટન્સે તેને પોતાની ટીમની કેપ્ટનશીપ સોંપી હતી.

બોલિવૂડ ફિલ્મો સિવાય નતાશા બિગબોસ 8 અને નચ બલિયે 9 જેવા રિયાલિટી શોમાં જોવા મળી છે. બાદશાહના ડીજે વાલે બાબુ ગીતમાં તેનો ડાન્સ ઘણો હિટ રહ્યો હતો. હાર્દિક પંડ્યાની આઈપીએલની આ સિઝનની વાત કરીએ તો, તે પહેલીવાર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ દરમિયાન તે શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે.

ગુરુવારે, તેણે 87 રનની અણનમ ઇનિંગ રમી અને આ મેચમાં તેની ટીમને શાનદાર જીત અપાવી. હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી પાંચ મેચમાં 228 રન અને 4 વિકેટ લીધી છે. હાર્દિકને ચિઅર કરવા તેની પત્ની હંમેશા સ્ટેન્ડમાં હાજર રહે છે અને તેની ઘણી પ્રતિક્રિયાઓ વાયરલ થઈ રહી છે.  જોકે, આ સમયે નતાશા, હાર્દિક અને તેમની આખી ટીમ ખૂબ જ ખુશ છે, કારણ કે તેઓ 5માંથી ચાર મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે.

Shah Jina