હાર્દિકભાઈ સાથે છૂટાછેડા બાદ વધુ હસીન થતી જઇ રહી છે નતાશા, બિકીનીમાં જોરદાર ફિગર દેખાડી રહી છે, જોઈ લેજો તસવીરો

ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાની એક્સ વાઇફ નતાશા સ્ટેનકોવિક છૂટાછેડા બાદથી અવાર નવાર ચર્ચામાં રહે છે. છૂટાછેડા બાદ તો આ હસીના વધુ ગ્લેમરસ અને બોલ્ડ બની ગઇ છે. ત્યારે થોડા સમય પહેલા જ હસીના ગોવામાં રજાઓ માણવા ગઇ હતી, જ્યાંથી તેણે તેની તસવીરો શેર કરી હતી. જો કે તે દરમિયાન તેની કિલર સ્ટાઈલ જોઈને એવું લાગી રહ્યું હતું કે તે કોઈ ફેશન શોમાં પહોંચી ગઈ છે.

નતાશાએ સ્વિમિંગ પુલમાં બિકીની પહેરીને કિલર પોઝ આપ્યા હતા અને તેની તસવીરો જોઇને તો ચાહકો પણ પોતાના હોંશ ખોઇ બેઠા હતા. નતાશાએ તેની ગોવા વેકેશનની ઘણી તસવીરો શેર કરી, જેમાં તેની સિઝલિંગ સ્ટાઈલ જોવા મળી. 32 વર્ષની સર્બિયન મોડલ અને અભિનેત્રીનો લુક સોશિયલ મીડિયા પર આવતા જ દરેક જગ્યાએ છવાઇ ગયો હતો. તેનો કિલર લુક જોઈને બધા ચોંકી ગયા હતા.

સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિક અને ક્રિકેટર હાર્દિક પંડ્યાએ આ વર્ષે જુલાઈમાં સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરી લગ્નના ચાર વર્ષ બાદ અલગ થયાનું એલાન કર્યુ હતું. જો કે, તેઓએ એમ પણ કહ્યું કે તેઓ તેમના પુત્ર અગસ્ત્યને સાથે ઉછેરશે. જો કે છૂટાછેડા બાદ નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે હોમટાઉન સર્બિયા ગઇ હતી.

ત્યાં ક્વોલિટી ટાઇમ વિતાવ્યા બાદ તે અગસ્ત્ય સાથે મુંબઇ પરત ફરી હતી અને આ પછી ગોવા પહોંચી હતી. નતાશાએ ઇન્સ્ટા પર જે તસવીરો શેર કરી છે તેમાં તે ક્યારેક બિકીની પહેરીને પૂલમાં ચિલ કરતી જોવા મળે છે તો ક્યારેક બ્રેકફાસ્ટની મજા માણતી જોવા મળે છે. આ દરમિયાન તેણે ચાહકોને તેના રિસોર્ટની ઝલક પણ બતાવી હતી.

જેને જોઇને ચાહકો સવાલ કરી રહ્યા હતા કે શું નતાશા એકલી ગોવા ગઈ છે કે પછી તેની સાથે કોઈ અન્ય પણ છે. જણાવી દઈએ કે સર્બિયન મોડલ એલેક્ઝાન્ડર એલેક્સ ઈલિક પણ તે જ રિસોર્ટમાંથી સતત તસવીરો શેર કરી રહ્યો હતો જ્યાં નતાશા હતી. આ ઉપરાંત નતાશા અને એલેક્ઝાન્ડરનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં તે બંને મસ્તી કરતા જોવા મળ્યા હતા.

નતાશા અને એલેક્ઝાન્ડર બંને સર્બિયાના છે અને ખૂબ સારા મિત્રો છે. નતાશા ઘણીવાર તેની સાથે જીમમાંથી તસવીરો પોસ્ટ કરે છે. બંનેના ડેટિંગની અફવાઓ ઘણી વખત સામે આવી રહી છે, પરંતુ ઘણા સમયથી ચર્ચા છે કે તે બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીને ડેટ કરી રહ્યો છે. તો બીજી તરફ હાર્દિકનું નામ બ્રિટિશ-ઈન્ડિયન સિંગર જૈસ્મીન વાલિયા સાથે જોડવામાં આવી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by @natasastankovic__

Shah Jina