ગુજરાત ટાઇટન્સના કપ્તાન હાર્દિક પંડ્યાની પત્નીએ બતાવ્યો ઘરની અંદરનો નજારો, જુઓ વીડિયોમાં ઘરે હોય ત્યારે પંડ્યા બ્રધર્સ કેવા મસ્તીમાં ડૂબી જાય છે

નતાશાએ બતાવ્યો પંડ્યા બંધુઓના ઘરનો અંદરનો નજારો, પેટ ડોગ અને અગત્સ્ય સાથે મસ્તી અને બીજું ઘણું બધું જોવા મળ્યું, જુઓ વીડિયો

IPL 2022ની ટ્રોફી ગુજરાત ટાઇટન્સે પોતાના નામે કરી દીધી છે. આ ટીમ આ વર્ષે પહેલીવાર આઇપીએલમાં ઉતરી હતી અને કપ્તાન તરીકે હાર્દિક પંડ્યાની પસંદગી કરવામાં આવી હતી, આ પહેલા હાર્દિક પંડ્યા સારા ફોર્મમાં નહોતો અને ઈજાગ્રસ્ત થતા ભારતીય ટીમમાંથી પણ બહાર થયો હતો. છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈ ઇન્ડિયન્સ માટે રમતા હાર્દિક પંડ્યા અને તેના ભાઈ કૃણાલ પંડ્યાને મુંબઈની ટીમે આ વર્ષે ના ખરીદ્યા જેના બાદ ગુજરાત ટાઇટન્સની ટીમમાં હાર્દિકને કપ્તાની કરવાનો મોકો મળી ગયો.

હાર્દિક પંડ્યાએ પોતાના ટીમને તો સાચવી અને પોતે પણ આઈપીએલમાં ખુબ જ સારું પ્રદર્શન પણ કર્યું અને આઇપીએલ 2022નો ખિતાબ પણ પોતાના નામે કરી લીધો. જીત બાદ ગુજરાત ટાઇટન્સની ઉજવણીના દૃશ્યો પણ આપણે જોયા ત્યારે હવે હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ ઘરની અંદર પંડ્યા બ્રધર્સ કેવી મસ્તી કરે છે તેનો એક વીડિયો પોતાની યુટ્યુબ ચેનલ ઉપર શેર કર્યો છે.

જો કે ઘણા ચાહકોને આ ખબર નહીં હોય, પરંતુ હાર્દિક પંડ્યાની પત્ની નતાશાની પોતાની યુટ્યુબ ચેનલ છે અને તેના પણ લગભગ 1 લાખ સબસ્ક્રાઇબર્સ છે. નતાશા સ્ટેનકોવિકની ચેનલ પર અપલોડ કરાયેલ નવીનતમ વીડિયોમાં બોલીવુડ અભિનેત્રી/મૉડેલે તેના ચાહકોને તેના ઘરની ઝલક આપી.

વીડિયોમાં ચાહકો જોઈ શકે છે કે નતાશા શોપિંગ મોલમાં શોપિંગ કરવા માટે જાય છે અને ત્યાં પણ તે શોપિંગ કરતા વીડિયો બનાવે છે, જેના બાદ તે લિફ્ટમાંથી પણ વીડિયો ક્રિએટ કરે છે. શોપિંગ કરીને તે ઘરે આવે છે અને દીકરા અગત્સ્ય માટે લાવેલી વસ્તુઓ અને રમકડાં તેને બતાવે છે. જેના બાદ નતાશા અને અગત્સ્ય કાર રમે છે.

જેના બાદ પંડ્યા પરિવારનો અંદરનો નજારો જોવા મળે છે. જેમાં કૃણાલ હાર્દિક અને તેમની પત્નીઓ ઉપરાંત અન્ય લોકો પણ જોવા મળે છે. જે જમતા જમતા ખુબ જ મસ્તી મજાક કરે છે, આ દરમિયાન હાર્દિક અને નતાશાના પાલતુ પેટ પણ  ઘરની અંદર આતા ફેરા કરતા જોવા મળી રહ્યા છે અને હાર્દિક અને નતાશા તેમની સાથે પણ વાતો કરે છે.

વીડિયોમાં આગળ નતાશા કપડાને ઈસ્ત્રી કરતી જોવા મળી રહી છે, ત્યારબાદ હાર્દિક સાથે તે કોઈ શૂટ કરે છે અને બંને રોમેન્ટિક પળો પણ વિતાવતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં ઘરની અંદર ચાલી ગેમ પણ જોઈ શકાય છે જેના બાદ નતાશા જિમનો નજારો પણ બતાવે છે. જ્યાં નતાશા કસરત કરતી જોવા મળે છે.

અંતે વીડિયોમાં કૃણાલ પંડ્યા મસ્તી કરતો પણ જોવા મળી રહ્યો છે અને હાર્દિકનો લાડલો અગત્ય બોલ ફેંકતો પણ જોવા મળે છે, જેને જોઈને કૃણાલ ખુબ જ ખુશ પણ થાય છે.  છેલ્લે બધા પાર્કિંગ લોટમાં જાય છે અને ત્યાંથી નતાશા પાર્લરમાં જતી હોવા મળી રહી છે. YouTube પર અપલોડ કર્યા પછી નતાશા સ્ટેનકોવિકના નવીનતમ VLOGને લગભગ 33k લાઈક્સ મળી છે.

Niraj Patel