યુક્રેનની આ ફેમસ અભિનેત્રીએ બોલિવૂડમાં કરી ચુકી છે ઘણી બધી ફિલ્મો, ગંદી બાત અને દિગ્ગજ અભિનેતા અર્જુન રામપાલ સાથે કરી ચુકી છે કામ

યુક્રેન અને રૂસની વચ્ચે યુદ્ધની પરિસ્થિતિઓએ આખી દુનિયામાં હલચલ મચાવી દીધી છે. યુક્રેન અને રશિયા વચ્ચે હાલ સ્થિતિ તણાવગ્રસ્ત છે. જેના કારણે દુનિયાના અનેક દેશની ચિંતા વધી ગઈ છે. હાલમાં આ મામલો દેશમાં જોરશોરથી ચર્ચાય છે ત્યારે યુક્રેન અને રશિયા પર દરેક દેશની ખાસ નજર છે.

તેવામાં યુક્રેનની એક ફેમસ બોલિવૂડ અભિનેત્રી પણ છે. અભિનેત્રીનું નામ નતાલિયા કોજેનોવા છે જેને વેબ સિરીઝ ડર્ટી ટોકમાં નજર આવી હતી. નતાલિયા તેના ગ્લેમરસ આઉટફિટના કારણે શહેરમાં ચર્ચાનો વિષય બનેલી છે. નતાલિયાએ સૌથી પહેલા ‘અતિથિ તુમ કબ જાઓગે’માં કામ કરેલું છે. તેમાં અજય દેવગણ, કોંકણા સેન અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં હતા. ત્યારબાદ તેણે 2012માં ફિલ્મ ‘અંજુના બીચ’માં નજર આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nataliya Kozhenova (@nataliyaa1921)

અંજુના બીચ ફિલ્મ નતાલિયાની સાથી લોકપ્રિય ફિલ્મ છે. તે ફિલ્મમાં નતાલિયા મુખ્ય ભૂમિકામાં હતી. ત્યારબાદ સુપર મોડલ, તેરે જીસ્મ સે જાન તક, બોલે ઇન્ડિયા જય ભીમ, લવ વરસેજ ગેંગસ્ટરમાં નજર આવી ચુકી છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નતાલિયાનું સફર આટલે જ પૂરું નથી થતું. તેની ગ્લેમરસ અને બોલ્ડ સીનને લઈને ચર્ચામાં રહેવા વાળી નતાલિયા બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલ સાથે અપકમિંગ ફિલ્મ ‘ધ બૈટલ ઓફ ભીમા કોરેગાંવ’ માં નજર આવશે.

 

View this post on Instagram

 

A post shared by Nataliya Kozhenova (@nataliyaa1921)

નતાલિયાએ આ ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો શેર કરીને જાણકારી આપી હતી. આ ફિલ્મમાં સિવાય નતાલિયા બીજી એક ફિલ્મ ‘એવિલ ડેડ ઇઝ બેક’માં મોનિકાની ભૂમિકા નિભાવતી નજર આવશે. આ ફિલ્મના શૂટિંગ સેટથી નતાલિયાએ કેટલીક તસવીરો પણ શેર કરી હતી. નતાલિયાએ એક વખત કહ્યું હતું કે,’અર્જુન રામપાલ બીજા બોલિવૂડ અભિનેતા કરતા અલગ છે.’

 

View this post on Instagram

 

A post shared by Nataliya Kozhenova (@nataliyaa1921)

નતાલિયાને ગંદી બાત સિરીઝ માટે પણ ઓળખવામાં આવતી હોય છે. તેણે ઓલ્ટ બાલાજીની લોકપ્રિય વેબ સિરીઝ ગંદી બાત સીઝન 4માં ખાસ ભૂમિકા ભજવીન હતી. આ વેબ સિરીઝમાં અભિનેત્રી ક્રિસ્ટીના રોલમાં હતી. નતાલિયાના આ પ્રોજેક્ટથી ખબર પડી શકે છે કે યુક્રેનના કલાકારો માટે બોલિવૂડમાં કોઈ પાબંદી નથી.

 

View this post on Instagram

 

A post shared by Nataliya Kozhenova (@nataliyaa1921)

જેવી રીતે યુક્રેનમાં ઇન્ડિયન સિનેમાને પ્રેમ મળતો હોય છે તેવી જ રીતે ભારતમાં પણ યુક્રેનિયન અભિનેતાને પ્રેમ મળતો હોય છે. યુક્રેનમાં જન્મેલી નતાલિયાનું શિક્ષણ પણ યુક્રેનમાં જ થયું હતું. નતાલિયા 2013ની ફિલ્મ સુપર મોડલ અને 2015ની ફિલ્મ તેરે જીસ્મ સે જાન તકમાં નજર આવી હતી.

Patel Meet