NASAએ ‘ભગવાનના હાથ’ની તસવીર શેર કરતા સમગ્ર વિશ્વમાં મચ્યો હંગામો

જ્યારે પણ અવકાશનું નામ આપણા કાનમાં સંભળાય છે, તે સમયે આપણે એક કાલ્પનિક દુનિયામાં ચાલ્યા જઈએ છીએ. એક એવી દુનિયા જ્યાં બધું રોમાંચિત કરી દે તેવુ હોય છે. આ વખતે સ્પેસ એજન્સી નાસાએ સ્પેસ સંબંધિત કેટલીક એવી તસવીરો શેર કરી છે જે ખરેખર આપણી કલ્પના બહારની છે. એજન્સી અનુસાર, આ તસવીર નેબ્યુલા ઓફ એનર્જીની છે, જે અવકાશમાં હાથના પંજા જેવી લાગે છે. નાસાએ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી છે.

જો તમે ‘ભગવાનના પંજા’ પર ધ્યાનથી જોશો, તો તમને તેમાં પાંચ આંગળીઓ દેખાશે નહીં, તમને તેમાં ત્રણ આંગળીઓ અને એક અંગૂઠો જોવા મળશે. કાંડુ અને થોડો હાથ દેખાશે. આંગળી પર પ્રકાશનો મેળાવડો દેખાશે. જે અલગ થતું વાદળોનું જૂથ છે. જેમાં હજુ પણ મોટી માત્રામાં ટક્કર થઈ રહી છે, જેના કારણે પ્રકાશ વધુ દેખાય છે. જ્યારે પંજા અને હાથમાં એટલો પ્રકાશ નથી.

આ તસવીરો નાસાના ચંદ્ર એક્સ-રે વેધશાળા(Chandra X-ray Observatory)ના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવી છે. જેને અત્યાર સુધીમાં 24 હજારથી વધુ લાઈક્સ મળી છે. આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર બે ફોટા શરે કરવામાં આવ્યા છે, પરંતુ નાસાની ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરીની વેબસાઈટ પર વધુ તસવીરો ઉપલબ્ધ છે, જેને જોઈને એવું લાગે છે કે, અવકાશમાં કોઈ તારાના વિસ્ફોટથી રચાયેલા આ પંજાના આકારના વાદળો વાસ્તવમાં કોઈ હથેળી જેવા લાગે છે.

‘ભગવાનના પંજા’ ની ચુંબકીય શક્તિ ખૂબ વધારે છે. તે પૃથ્વીના ચુંબકીય બળ કરતાં 15 ટ્રિલિયન ગણી વધારે શક્તિશાળી છે. એટલે કે 15 લાખ કરોડ ગણો વધુ શક્તિશાળી ચુંબકીય બળ. આનો અર્થ એ છે કે જે પણ વસ્તુ તેમાં જશે, તે તેમાંથી બહાર નહીં આવી શખે. ઝડપી પરિભ્રમણ અને આવી ઉચ્ચ ચુંબકીય શક્તિને કારણે, આ ‘હેન્ડ ઓફ ગોડ’ આપણી આકાશગંગામાં સૌથી શક્તિશાળી ઇલેક્ટ્રોમેગ્નેટિક જનરેટર છે.

શું છે આ તસવીરનું રહસ્ય : ઇન્સ્ટાગ્રામ પર લોકોને ચોંકાવી દેતી આ તસવીર વિશે, નાસા કહે છે કે આ ચિત્રમાં જે આકાર સોના જેવો દેખાય છે તે ઉર્જાની એક નિહારિકા(નેબ્યૂલા) છે જે તારાના તૂટ્યા બાદ બચેલ છે. પલ્સર જેને PSR B1509-58 તરીકે ઓળખવામાં આવે છે, તે તેમાંથી જ ફેલાયેલા કણો છે અને તેમનો વ્યાસ લગભગ 19 કિલોમીટર છે, જે દર સેકન્ડમાં 7 વખત ફરતો હોય છે. વળી, પૃથ્વીથી તેનું અંતર લગભગ 17 હજાર પ્રકાશ વર્ષ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, તસવીરો 2-3 વર્ષ પહેલાની છે પરંતુ હવે અવકાશમાં ઓછા વાદળના કારણે તે ધીમે ધીમે આકારમાં અદૃશ્ય થઈ રહી છે. નાસાના જણાવ્યા અનુસાર નિહારિકાના વાદળોની ઘનતામાં સતત ઘટાડાને કારણે આ આકાર અસ્પષ્ટ બની રહ્યો છે. એજન્સીએ પુષ્ટિ કરી છે કે નિહારિકાને ‘હેન્ડ ઓફ ગોડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

વૈજ્ઞાનિકોએ તેની ઝડપ, કદ અને રંગ પરિવર્તનનો અભ્યાસ વર્ષ 2004 થી શરૂ કર્યો હતો. ત્યારથી, તે વર્ષ 2004, 2008, 2017 અને 2018માં લેવામાં આવી હતી. આ ચિત્રોમાં તે સતત દેખાય છે કે આ પંજાના વાદળોની ઘનતા સતત ઘટી રહી છે. હમણાં જ બહાર પાડવામાં આવેલી તસવીરો પણ વર્ષ 2018 ની આસપાસની છે, પરંતુ આ વખતે તેમના કદની વિગતો જાણી શકાઈ છે. તેના વાદળો ઓછા થવાને કારણે, આ ભગવાનનો પંજો હવે સમાપ્ત થઈ રહ્યો છે.

કેવી રીતે બની આ આકૃત્તિ : વૈજ્ઞાનિકોના મતે, આ આકાર અવકાશમાં લગભગ 33 પ્રકાશ વર્ષ વિસ્તારમાં ફેલાયેલો છે. લગભગ 1700 વર્ષ પહેલા સુપરનોવા વિસ્ફોટ બાદ આ નિહારિકામાંથી પ્રકાશ પૃથ્વી પર પહોંચ્યો હતો. તેનો અભ્યાસ નાસા દ્વારા લગભગ 15 વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યો હતો અને ત્યારથી તેના ફોટા સતત બહાર પાડવામાં આવી રહ્યા છે.

YC