આ ઝરણાંનું પાણી નીચે જવાના બદલે જાય છે ઉપરની તરફ, દૂર દૂરથી લોકો પણ આ જગ્યાએ આવે છે સુંદર નજારો જોવા

ધરતી પર આજે પણ ઘણી એવી રહસ્યમય જગ્યા છે જે માણસ માટે પહેલી બનેલી છે. તેના પર ગમે તેટલી શોધખોળ કરવામાં આવે તે વિજ્ઞાનને પણ પહેલી બનાવીને રાખે છે. એક એવી જગ્યા છે જે ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમને પડકાર આપે છે. આ જગ્યા છે મહારાષ્ટ્રના નાનેઘાટનું ઉલ્ટું ઝરણું, જેનું પાણી નીચે આવવાના બદલે ઉપરની બાજુ જાય છે.

આ અજીબોગરીબ જગ્યા નાનેઘાટ પુણેમાં જુન્નારની પાસે મહારાષ્ટ્રના પશ્ચિમી ઘટમાં સ્થિત છે. મુંબઈથી લગભગ ત્રણ કલાક દૂર પર મોજુદ આ ઘાટ ઉલ્ટું ઝરણું એટલે કે રિવર્સ વોટરફોલ માટે દુનિયાભરમાં મશહૂર છે. આ જગ્યાની સુંદરતા મોનસૂન સીઝનમાં જોવા લાયક હોય છે. આ સમય દરમ્યાન પાણી વધારે હોય છે અને જયારે ઝરણાથી પાણી ઉડીને ઉપરની તરફ જતા દેખાય છે તો બિલકુલ અલગ રીતનો અનુભવ થાય છે.

સામાન્ય રીતે આપણે એવું જ ભણ્યા છે કે ઉપરથી કોઈ પણ વસ્તુ પડે તો તે નીચે જ આવતી હોય છે. ઝરણાના પાણીમાં પણ એવું જ થાય છે પરંતુ નાનેઘાટના ઝરણાને તેના અલગ નિયમ છે. ઝરણું ઘાટની ઊંચાઈથી નીચે પાડવાના બદલે ઉપરની તરફ જાય છે. તેનાથી જોડાયેલ એક વીડિયો IFS સુશાંત નંદાએ તેના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો હતો જેને અત્યાર સુધી 57 હજાર કરતા વધુ લોકો જોઈ ચુક્યા છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં ઝરણાનું પાણી નીચે જવાના બદલે ઉપર જતું જોઈ શકાય છે.

ટ્વિટમાં લખ્યું હતું કે જયારે ઝડપનું મેગ્નેટયુડ ગુરુત્વાકર્ષણ શક્તિને બરાબર કે વધારે હોય છે ત્યારે આવું થતું હોય છે. વૈજ્ઞાનિકોએ આ ઝરણાં વિશે કહ્યું છે કે ત્યાં હવા ખુબ જ ઝડપથી ચાલે છે આ જ કારણ છે કે હવાનું બળ ગુરુત્વાકર્ષણ કરતા વધુ થઇ જાય છે અને નીચે પડી રહેલ વોટરફોલનું પાણી ઉપરની તરફ ઉડી જાય છે.

Patel Meet