ગુજરાતનું ગૌરવ : પાટીદાર યુવતીએ અમેરિકામાં વગાડ્યો ડંકો, 20 વર્ષિય નેત્રી પટેલની 10 અઠવાડિયાની આકરી ટ્રેનિંગ બાદ US નેવીમાં પસંદગી

અમદાવાદ જિલ્લામાં જન્મેલી અને ઉછરેલી 20 વર્ષિય નેત્રી પટેલને યુએસ નેવીમાં જગ્યા મળી ગઇ છે. અમેરિકી નૌસેના અને ફાઇટર પાયલટ બનવાના સપનાને તે હવે પૂરુ કરી રહી છે. અમદાવાદમાં પાલડી અને બોપલ ક્ષેત્રોની સ્કૂલોમાં અભ્યાસ કરી નેત્રી યુએસ ચાલી ગઇ હતી.

અમેરિકા ખાતે નાના-નાનીના ઘરે ઉચ્ચ શિક્ષણ માટે પહોંચેલી નૈત્રી પટેલની યુએસ નેવીમાં પસંદગી થઇ ગઇ છે અને કહેવામાં આવી રહ્યુ છે કે, દક્ષિણ ગુજરાતની આ પહેલી યુવતિ હશે જેણે આ સિદ્ધિ હાંસલ કરી છે. તે ગુજરાતના ચીખલી પાટીદાર સમાજ અને વાંઝણા ગામમાંથી આવે છે.

અમેરિકામાં મિસીસીપી ખાતે નાના-નાનીના ઘરે નેત્રી રહેતી હતી અને તેણે તેનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ યુએસ નેવીમાં જોડાવવાનો નિર્ણય કર્યો અને જે દુનિયામાં આકરી અને સખ્ત ગણાય છે તેવી યુએસ નેવીમાં તેની સેઇલર તરીકે પસંદગી થઇ છે.

યુએસ નેવીમાં યુવતિઓ કદાચ જ ટ્રેનિંગ લેવા માટેનો વિચાર કરે છે. અને તેવામાં નૈત્રી તેના આત્મવિશ્વાસ અને તેની સખત મહેનતને કારણે 10 સપ્તાહની આકરી ટ્રેનિંગ બાદ યુએસની નેવીમાં સેઇલર માટે પસંદગી થઇ ગઇ.

નૈત્રીની યુએસ નેવીમાં પસંદગીની વાતને લઇને પરિવાર ઘણો જ ખુશ છે, તેમનો તો હરખ જ સમાતો નથી. તેના પિતા કહે છે કે શિકાગો ખાતે નેવલ બેઝ ટ્રેનિંગ સેન્ટર આવેલુ છે અને ત્યાં ઉમેદવારોને 10 સપ્તાહની ટ્રેનિંગ આપવામાં આવે છે. હર સપ્તાહે તેના સેશન ખૂબ સખ્ત બનાવવામાં આવે છે અને તેને કારણે કેટલાક ટ્રેનિંગ છોડી જતા રહેતા હોય છે અને આ સખ્ત અને આકરી ટ્રેનિંગ બાદ નૈત્રીની પસંદગી યુએસ નેવીમાં થઇ છે.

 

Shah Jina