કયાંકથી મળી જાય આ બીજ તો બદલાઇ જશે તમારી કિસ્મત, કયારેય નહિ થાય પૈસાની તંગી

ઘરમાં પૈસાનો વરસાદ કરી દેશે, તિજોરીમાં રાખો આ બીજ, જાણો રાખવાની રીત

જો તમે પણ પૈસાની તંગી સાથે જોડાયેલ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો તો એક વસ્તુ તમારી સમસ્યાને ખત્મ કરી શકે છે. એક એવું બીજ છે જે તમારી કોઇ પણ સમસ્યા હોય તેને ખત્મ કરી શકે છે, તેમાં પૈસાની સમસ્યા પણ કેમ ન હોય. સાંભળવામાં થોડુ અજીબ જરૂર લાગશે પરંતુ આ બીજના ઉપાય કરવાથી ધન-સમૃદ્ધિ અનેક ગણી વધી જશે.

પૈસાની તંગી દૂર કરનાર આ બીજનું નામ નાગકેસર છે. આ તમારી આર્થિક તંગીથી લઇને ઘરની બધી સમસ્યાને દૂર કરવામાં સક્ષમ છે. સામાન્ય રીતે આ બીજ સરળતાથી મળતા નથી, પરંતુ જો તમને મળી જાય તો તમારી કિસ્મતનું તાળુ જરૂર ખુલી જશે.નાગકેસર એક સામાન્ય વનસ્પતિ છે. જોવામાં તે કાળા મરી જેવા લાગે છે.તેના દાણામાં દાંડી લાગેલી હોય છે. નાગકેસર ઝાડના બીજનો ઉપયોગ પૂજા પાઠમાં કરવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે ઘરમાં કોઇ પણ કલેશ હોય કે અવાર નવાર ઝઘડા થતા હોય તો આ બીજનો લેપ બનાવીને તેનો તિલક માથા પર કરવો જોઇએ, આવું કરવાથી ઘરની આ રીતની સમસ્યા થોડા જ દિવસોમાં ગાયબ થઇ જાય છે.

જો તમે ઘણી આર્થિક પરેશાનીઓથી ઘેરાયેલા છો અને તમારે ધનની આવશ્યકતા છે તો આવક વધારવા માટે કોઇ શુભ મુહુર્તમાં નાગકેસર અને પાંચ સિક્કાને લઇને પૂજા કરો તે બાદ તેને કપડામાં લપેટીને દુકાનના ગલ્લા કે ઓફિસના કેશ બોક્સમાં રાખી દો.

એક નવા પીળા કપડામાં નાગકેસર, હલ્દી, સોપારી, એક સિક્કો, તાંબાનો ટુકડો કે સિક્કો, અક્ષત રાખી, ધૂપ દીપથી પૂજા કરી સિદ્ધ કરી લો અને પછી તિજોરીમાં રાખી દો.

Shah Jina