જ્યારે નાગા ચૈતન્યને આપત્તિજનક સ્થિતિમાં પોલિસે પકડ્યો, કારમાં ગર્લફ્રેન્ડ સાથે પાછળની સીટ પર..પોલીસે દરવાજો ખોલ્યો તો હોંશ ઉડી ગયા 

સાઉથ સુપરસ્ટાર નાગા ચૈતન્ય આ દિવસોમાં ઘણો ચર્ચામાં છે. તેની બોલિવુડ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા હાલમાં જ 11 ઓગસ્ટના રોજ રીલિઝ થઇ છે. આ ફિલ્મને કેટલાક લોકો બોયકોટ કરવાની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો ફિલ્મની પ્રશંસા પણ કરી રહ્યા છે. આ ફિલ્મની વાર્તા ઓસ્કાર વિજેતા હોલીવુડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ પરથી લેવામાં આવી છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર અને સામંથાના એક્સ હસબન્ડ નાગા ચૈતન્યએ આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે.

આ દરમિયાન નાગા ચૈતન્યના ઈન્ટરવ્યુની ચર્ચા ઝડપથી થવા લાગી છે. આ ઈન્ટરવ્યુ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તેની સાથે એવી ઘટના બની હતી કે હૈદરાબાદ પોલીસે તેને પકડી લીધો હતો. નાગા ચૈતન્યએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એક વખત પોલીસે તેને ત્યારે પકડ્યો હતો જ્યારે તે રેલવે સ્ટેશન પર તેની ગર્લફ્રેન્ડને કિસ કરી રહ્યો હતો. આ વાતનો ખુલાસો કરતાં નાગા ચૈતન્યએ કહ્યું, ‘મારી સાથે આવું થયું છે. હું હૈદરાબાદમાં મારી કારની પાછળની સીટ પર હતો અને મારી ગર્લફ્રેન્ડ સાથે મેકઆઉટ કરી રહ્યો હતો.

અભિનેતાને હોસ્ટે પૂછ્યું કે શું તે ડરામણું હતુ. આના જવાબમાં તેણે કહ્યું કે, ઠીક છે. આ એક વાર્તા કહેવાની છે. મને તેના વિશે સારું લાગે છે. હું જાણતો હતો કે હું શું કરી રહ્યો હતો અને હું પકડાઈ ગયો. લાલ સિંહ ચઢ્ઢા એક્ટર નાગા ચૈતન્યએ 2017માં સામંથા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ચાલ્યો નહીં અને ગયા વર્ષે કપલે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે નાગા ચૈતન્ય શોભિતા ધુલીપાલાને ડેટ કરી રહ્યો છે. પરંતુ આ વાતોમાં કેટલું સત્ય છે, તે તો તેઓ જ કહી શકે છે.

નાગા ચૈતન્યની તેલુગુ ફિલ્મ ‘થેંક યુ’ લાલ સિંહ ચઢ્ઢા પહેલા 22 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં નાગા સાથે રાશિ ખન્ના, માલવિકા નાયર, અવિકા ગોર અને સાઈ સુશાંત રેડ્ડી જોવા મળ્યા હતા. હવે નાગા તેની આગામી અનટાઈટલ ફિલ્મમાં કામ કરી રહ્યો છે જેનું નિર્દેશન વેંકટ પ્રભુ કરી રહ્યા છે.

Shah Jina