પકિસ્તાનની જીતનો જશ્ન મનાવવા વાળી શિક્ષિકા થઇ જેલ ભેગી, બીજા એક યુવક ઉપર પણ કરવામાં આવી કાર્યવાહી

રવિવારે ભારત અને પાકિસ્તાનની મેચમાં ભારતનો પરાજય થયો, આ સાથે જ વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન સામે સતત જીતવાનો રેકોર્ડ પણ તૂટી ગયો અને વર્લ્ડ કપમાં ભારત પહેલીવાર પાકિસ્તાન સામે હાર્યું. પાકિસ્તાનની આ જીત બાદ પાકિસ્તાનમાં તો ઉત્સવની ઉજવણી જોવા મળી જ સાથે સાથે ભારતમાં પણ કેટલાક લોકોએ પાકિસ્તાનની જીતની ખુશી મનાવી હતી.

પકિસ્તાનની જીત ઉપર ખુશ થનારી રાજસ્થાનના ઉદેપુરની શિક્ષિકા નફીસા અટારીએ તેના વૉટ્સએપ ઉપર સ્ટેટસ મૂક્યું હતું. જેમાં તેને ‘we-won એમ લખ્યું હતું. આ ઘટના બાદ શાળાના વિધાર્થીઓના વાલીઓ રોશે ભરાયા હતા જેના બાદ શિક્ષિકાને સ્કૂલમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવી હતી. નફીસાએ આ બાબતે માફી પણ માગી હતી. તેને માફી માંગતો એક વીડિયો પણ શેર કર્યો હતો.

ત્યારે હવે આ ઘટનામાં એક નવો વળાંક પણ આવ્યો છે. નફીસાની પોલીસે ધરપકડ કરી લીધી છે. જેના બાદ કોર્ટમાંથી તેને જેલમાં પણ મોકલી દેવામાં આવી. લગભગ 6 કલાક બાદ કોર્ટે જામીન અરજી મંજુર કરી લીધી હતી. કોર્ટમાં 20-20 હજાર રૂપિયા ઉપર જામીન આપવામાં આવ્યા હતા. જેના બાદ તે ઘરે જઈ શકી. નફીસાની અંબામાતા પોલીસ સ્ટેશને બુધવારના રોજ ધરપકડ કરી હતી.

નફીસાને કોર્ટમાં રજૂ કરતા પહેલા મેડિકલ કરવામાં આવ્યું જેના બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી. શિક્ષિકાના વકીલ રાજેશ સિંઘવીએ કોર્ટને જણાવ્યું કે શિક્ષિકાએ મજાકમાં આ પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. તેના માટે તે જાહેરમાં માફી પણ માંગી ચુકી છે. જેના બાદ કોર્ટે તેની 20 હજાર રૂપિયાના જામીન ઉપર જામીન અરજી મંજુર કરી હતી.

પાકિસ્તાનની જીતનો જશ્ન માનવવા વાળી ફક્ત ઉદેપુરની આ શિક્ષિકા જ નહોતી. બીજા પણ ઘણા લોકો હતા. ઉદેપુર સાથે સાથે એક બીજો મામલો જોધપુરમાંથી પણ સામે આવ્યો હતો. જ્યાં રશીદ અબ્દુલ નામના એક યુવકે પણ પાકિસ્તાન જીતવા ઉપર સ્ટેટ્સ લગાવ્યું હતું. જેના બાદ એક વ્યક્તિએ તેના ઉપર આપત્તિ પણ વ્યક્ત કરી હતી.

એક વ્યક્તિએ જ્યારે રશીદના આ સ્ટેટ્સ ઉપર આપત્તિ વ્યક્ત કરી ત્યારે તેને કહ્યું કે, “હું આજે ખુબ જ ખસૂહ છું !” પરંતુ તેની આ ખુશી તેના ઉપર જ ભારે પડી ગઈ હતી. યુવક વિરુદ્ધ મામલો દાખલ થયા બાદ તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેના બાદ તેને કોર્ટે જામીન આપવાથી ઇન્કાર કરી અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

રશીદ દ્વારા જયારે પાકિસ્તાન જીતવા ઉપર સ્ટેટ્સમાં ખુશી વ્યક્ત કરવામાં આવી ત્યારે એક અન્ય યુવકે તેને પૂછ્યું કે કેમ આટલી ખુશી મનાવી રહ્યો છે ? ભારત હારી ગયું એટલે ? જેના ઉપર રશીદ અબ્દુલે જવાબ આપ્યો હતો કે “હા. બહુ જ ખુશ છું.. આજે તો…” જેના ઉપર સવાલ પૂછનાર વ્યક્તિએ પૂછ્યું કે અહીંયા શું કામ રહે છે ? સોશિયલ મીડિયા ઉપર તેમની વાતચીતના સ્ક્રીનશોટ પણ વાયરલ થઇ ગયા હતા.

Niraj Patel