વડોદરા નફીસા આપઘાત કેસમાં મોટો ઘટસ્ફોટ : છેલ્લા 5-5 વર્ષથી નફીસા અને તેનો પ્રેમી રમીઝ લિવ-ઇનમાં રહેતા…

પાંચ-પાંચ વર્ષથી લિવ-ઈનમાં દિવસ રાત એક સાથે રહ્યા પછી ….વડોદરા નફીસા આત્મહત્યા કેસમાં થયો એવો ઘટસ્ફોટ કે જાણીને લાગશે આઘાત…

તમને અમદાવાદની આઇશાની દર્દનાક કહાની યાદ જ હશે, જે તેના મોત સુધી તેના પતિના પ્રેમમાં હતી. ગુજરાતની આ દીકરીની આત્મહત્યાએ સૌને હચમચાવી દીધા હતા. પતિના ત્રાસથી કંટાળીને આઇશાએ સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે હવે અમદાવાદની આઇશાની જેમ વડોદરાની નફીસાએ પણ સાબરમતી રિવર ફ્રન્ટ પર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેને આમાં સફળતા મળી ન હતી અને તેણે વડોદરા ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. નફીસાએ આપઘાત પહેલા વીડિયો પણ બનાવ્યો હતો. (તમામ તસવીરો સૌજન્ય : સોશિયલ મીડિયા)

તેણે બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને આખરે તે વડોદરામાં ઘરે મોતને ભેટી હતી. વડોદરાના તાંદલાજા વિસ્તારમાં રહેતી નફીસાને પ્રેમમાં દગો મળતા તેણે અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાની કોશિશ કરતા પહેલા તેણે રડતા રડતા એક વિડિયો પણ બનાવ્યો હતો. જે સોશિયલ મીડિયામાં અને મીડિયામાં ગઇકાલના રોજથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયો બનાવ્યા બાદ તેણે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે આત્મહત્યા કરી શકી ન હતી.

નફીસાએ આત્મહત્યા કરતા પહેલા જે વીડિયો બનાવ્યો તેમાં તે અમદાવાદના શેખ રમીઝ અહેમદનો ઉલ્લેખ કરી રહી છે. પ્રેમમાં છેતરાયા બાદ તેણે આ વીડિયોમાં પોતાના દિલની વાત વ્યક્ત કરી છે. નફીસાના આપઘાત બાદ તેના પરિવારજનો દ્વારા જીપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે હવે આ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. નફીસા ભાડાના ઘરમાં રહેતી ત્યારે તેની સાથે તેની રૂમ પાર્ટનર હતી, જેનું નામ શબનમ હતુ. આ યુવતિ એટલે કે શબનમ નફીસા ખોખર અને તેના પ્રેમી રમીઝની ઘણી નજીક હતી.

મીડિયા સાથે વાતચીત કરતી શબનમ (નફીસાની રૂમ પાર્ટનર)

શબનમ તેના પતિ સાથે અને નફીસા તેના પ્રેમી રમીઝ સાથે એક ઘરમાં ભાડે રહેતા હતા. શબનમે નફીસા આપઘાત મામલે એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેણે કહ્યુ કે, છેલ્લા 5 વર્ષથી નફીસા અને રમીઝ બંને લિવ ઇનમાં રહેતા હતા. તેઓ પતિ-પત્નીની જેમ જ રહેતા હતા અને તેણે એ પણ સ્પષ્ટ કર્યુ કે નફીશાના આપઘાત કરવા પાછળ રમીઝ જ જવાબદાર છે.રમીઝ લગ્નની લાલચ આપી નફીસા સાથે લિવઇનમાં રહ્યો અને તેણે બાદમાં લગ્ન કરવાની ના કહી દીધી. જે બાદ નફીસા આઘાતમાં સરી પડી અને તેણે આપઘાત જેવું આત્મઘાતી પગલુ ભર્યુ.

ઉલ્લેખનીય છે કે, રમીઝ પર આક્ષેપ પણ છે કે તેણે નફીસાનું શારીરિક શોષણ કર્યુ છે. જો કે, એ વાત પણ સામે આવી છે કે, રમીઝ ઘરનું ભાડું, લાઇટ બિલ સહિત બધા ખર્ચ ઉપાડતો હતો. શબનમ અનુસાર, જ્યારે નફીસાએ આપઘાત કર્યો ત્યારે તે ઉપરના રૂમમાં સૂતી હતી અને તેઓ રાત્રે 3 વાગ્યા સુધી સાથે જ હતા.તેને સવારે 9 વાગ્યે નોકરી જવાનું હતુ ત્યારે સવારે તેણે નીચે આવીને પડદો હટાવ્યો તો તેણે નફીસાને લટકતી હાલતમાં જોઇ. આ વાતની જાણ તેણે પરિવારજનો અને પોલિસને કરી હતી.

ઉલ્લેખનીય છે કે, નફીસા સવારે 4 વાગ્યા સુધી તો ઓનલાઇન પણ હતી. શબનમે એ પણ જણાવ્યુ કે, નફીસાને અપનાવવાની રમીઝના પરિવારજનો ના કહી રહ્યા હતા. તે લોકોએ રમીઝને આને લીધે ઘરની બહાર પણ નીકાળી નાખ્યો હતો. નફીસા કહેતી કે તેને રમીઝ સાથે લગ્ન કરવા છે અને તે તેના વિના રહી શકશે નહિ. શબનમે કહ્યુ કે, રમીઝને કારણે તેણે તેની બહેન જેવી નફીસાને ગુમાવી છે. તેને ન્યાય મળવો જોઇએ.

Shah Jina