નવરાત્રી શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ભક્તો નવરાત્રી દરમિયાન માતાજીની ભક્તિમાં લીન થઇ જશે. તો બીજી તરફ ખૈલૈયાનો પણ ગરબા રમવા માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. આગામી રવિવારથી નવરાત્રીનો શુભારંભ થશે. પરંતુ શું તમને ખબર છે કે નવરાત્રી કેમ મનાવવામાં આવે છે. નવરાત્રી પાછળ 2 પૌરાણિક કથા છે. એવો જાણીએ આ કથાઓ વિષે.
એક કથા અનુસાર, લંકામાં યુદ્ધમાં બ્રહ્માજીએ શ્રી રામન રાવણ-વધ કરવા માટે ચંડી દેવીની પૂજા કરી દેવીને પ્રસન્ન કરવા માટે કહી વિધિ અણસાર ચાંદી પૂજન અને હવન હેતુ દુર્લભ ૧૦૮ નીલકમલની વ્યવસ્થા પણ કરી હતી.તો બીજીતરફ રાવણે પણ અમરત્વ પ્રાપ્ત કરવા માટે ચંડીપાઠનો પ્રારંભ કર્યો હતો. આ વાત પવનના માધ્યમથી ઈન્દ્રદેવે શ્રી રામ સુધી પહોંચાડી હતી.
આ બાજુ રાવણ માયાવી રીતે પૂજા સ્થળ પરથી હવન સામગ્રીમાંથી નીલકમલ ગાયબ કરી દે છે, જેથી શ્રી રામની પૂજા ખંડિત થઇ જાય. શ્રી રામનો સંકલ્પ તૂટી જાય. જયારે બધા લોકોની આ વાટી જાણ થઇ ત્યારે બધામાં ભય લાગવા લાગ્યો હતો કે, ક્યાંક આ ઘટનાથી મા દુર્ગા કોપાયમાન ના થઇ જાય.ત્યારે જ શ્રી રામને યાદ આવ્યું કે તેને કમલ-નયન નવકંજ લોચન પણ કહેવામાં આવે છે. તો એક નેત્રને માતાજીની પૂજામાં સમર્પિત કરી દે. શ્રી રામે જેવી નેત્ર કાઢવા માટે તૈયરી કરી ત્યારે જ માતા દુર્ગા પ્રગટ થયા અને કહ્યું કે તે તેની પૂજાથી પ્રસન્ન થઇ વિજયશ્રી ના આશીર્વાદ આપ્યા હતા. બીજી તરફ રાવણના પૂજાના સમયે હનુમાનજી બ્રાહ્મળના બાળકનું રૂપ ધારણ કરીને ત્યાં પહોંચી ગયા હતા.
હનુમાનજીએ બ્રાહ્મણ પાસે એક શ્લોકમાં જયાદેવી..ભુરતી હરિણીને બદલે કરિણી ઉચ્ચારિત કરાવી દીધું હતું. હરીણીનો અર્થ થાય છે કે ભક્તોની પીડા લેવાવાળા અને કરિણીનો અર્થ થાય છે કે પીડા દેવાવાળા. આ રીત ઉચ્ચારણ કરવાથી માતા દુર્ગા રાવણથી નારાજ થઇ જઈ શ્રાપ આપ્યા હતા. રાવણનો સર્વનાશ થઇ ગયો હતો.
અન્ય એક પૌરાણિક કથા અનુસાર મહિસાસુરને તેનું ઉપાસનાથી ખુશ થઈને દેવતાઓએ તેને અભય વરદાન આપ્યું હતું. પરંતુ આ વરદાન મેળવીને મહીસાસુરે તેનું દુરપયોગ કરવાનું શરૂ કર્યું હતું. જેના કારણે નર્ક ને સ્વર્ગ સુધી વિસ્તારી દીધું હતું. મહિસાસુરે સૂર્ય, ચન્દ્ર, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, યમ વરુણ અને અન્ય દેવતાઓના અધિકાર છીનવી લઇ સ્વર્ગલોકનો મલિક બની ગયો હતો.
દેવતાઓએ મહીસાસુરના ભયથી પૃથ્વી ડરથી જીવવું પડતું હતું. ત્યારે મહીસાસુરે દુસ્સાહસથી ક્રોધિત થઇ દેવતાઓને માં દુર્ગાની રચના કરી. મહીસાસુરનો વધ કરવા માટે માતા દુર્ગાની રચના કરી હતી. મહીસાસુરનો વધ કરવા માટે બધા દેવતાઓએ તેના અસ્ત-શસ્ત્ર માતા દુર્ગાને સમર્પિત કરી દીધા હતા, જેથી મા દુર્ગા બળવાન થઇ ગયા હતા. નવ દિવસ સુધી મહિસાસુર સાથે સંગ્રામ કરી અંતમાં તેંનો વધ કરવામાં આવ્યો હતો. આ નવરાત્રી સત્ય અને ધર્મની જીતના રૂપમાં મનાવવામાં આવે છે. તો બીજી રીતે ભગવાન શ્રી રામના જન્મોત્સવના રૂપમાં પણ મનાવવામાં આવે છે.