ઠંડીની સીઝનમાં આ ફળો ખાઈને વધારો ઇમ્યુનીટી સિસ્ટમ, દૂર ભાગશે બીમારીઓ…

હેલ્થ ટિપ્સ : ઠંડીની સીઝનમાં આ પાંચ ફળોનું જરૂર કરો સેવન, બીમારીઓ રહેશે દૂર

ઠંડીની સીઝન ચાલુ થઇ ગઈ છે. આ સીઝનમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખુબ જરૂરી હોય છે. આ સીઝનમાં ઘણા એવા ફળ હોય છે જે તમારા શરીર માટે ખુબ ફાયદાકારક હોય છે. આ સીઝનલ ફળ તમારે જરૂર ખાવા જોઈએ. ઠંડીની સીઝનમાં સ્વસ્થ્ય રહેવા માટે ડાયટનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. ઠંડીની સીઝનમાં ફળોનું સેવન સૌથી વધારે લાભદાય હોય છે. આ ફળોમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ હોય છે જે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે.

ઠંડીમાં બીમાર પડવાના સૌથી વધારે ચાન્સ હોય છે. કારણ કે ઠંડીની સીઝનમાં ઇમ્યુનીટી સિસ્ટમ નબળી થઇ જતી હોય છે. ઇમ્યુનીટી સિસ્ટમ નબળી થવાના ઘણા કારણો છે તેમાંથી એક કારણ તમારું ડાયટ પણ છે. જો તમે ઠંડીની સીઝનમાં ફળોનું સેવન કરો છો તો તમે તમારી ઇમ્યુનીટી પાવર વધારી શકો છો અને સાથે ઘણી બીમારીઓના ખતરાને પણ દૂર રાખી શકો છો. આ સીઝનમાં તમારે વિવિધ પ્રકારના ફળોનું સેવન કરવું જોઈએ.

1. જામફળ : ઠંડીની સીઝનમાં જામફળને ફળોનો રાજા કહેવામાં આવે છે. તેમાં રહેલા પૌષ્ટિક તત્વો શરીરને ફિટ, સ્વસ્થ્ય રાખવાની સાથે ઇમ્યુનીટી વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. જામફળ ‘હાઇપોગ્લીસેમિક બ્લડપ્રેશર’ અને ‘કોલેસ્ટ્રોલ’ના સ્તરને ઓછું કરવામાં ફાયદાકારક છે. તેમાં રહેલા ‘પેક્ટિન ફાઈબર’ પાચન વધારવા અને ભૂખ સુધારવામાં મદદ કરે છે. જામફળ ઠંડીની સીઝનમાં બધી જગ્યાએ મળતા હોય છે. જામફળને ‘વિટામિન સી’ અને ‘એન્ટિઓક્સિડનો’ ખુબ જ સરસ સોર્સ ગણવામાં આવે છે. જામફળ શરીરને ઘણી બધી જાતના સંક્ર્મણથી બચાવવામાં મદદ કરે છે.

2. સંતરા : આ ફળ વગર ઠંડીના ફળોનું લિસ્ટ બનાવી શકાય નહિ. ઠંડીની સીઝનમાં સંતરા બજારમાં ભરપૂર માત્રામાં મળતા હોય છે. સંતરાને ‘વિટામિન સી’ અને ‘કેલ્શિયમ’નો ખુબ જ સરસ સ્ત્રોત ગણવામાં આવે છે. સંતરા શરીરને ઘણી બધી જાતના સંક્ર્મણથી બચાવવામાં મદદ કરે છે. સંતરા રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત કરવામાં મદદ કરે છે. ઠંડીની સીઝનમાં સંતરા ઇમ્યુનીટી સિસ્ટમ સાથે ઘણા સ્વાસ્થ્ય લાભ માટે પણ ઓળખાય છે.

3. દાડમ : તેના અનોખા ખાટ્ટા મીઠા સ્વાદ અને ગુણના કારણે દાડમ ‘એક અનાર સૌ બીમાર’ને ચરિતાર્થ કરે છે. ફાઈટોકેમિકલ્સ, પોલી-ફિનોલ, એન્ટિઓક્સિડેટ, ફાઈબર, આયર્ન, વિટામિનથી ભરપૂર દાડમ કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક કે ફ્રી રેડિકલ્સથી બચાવ કરીને હૃદયના સ્વાસ્થ્યને સારું બનાવવામાં મદદ કરે છે. ઠંડીની સીઝનમાં દાડમનું ખુબ સેવન કરવું જોઈએ. દાડમ ઠંડીની સીઝનમાં લોહીને પાતળું કરીને બ્લડ પ્રેશરને નોર્મલ કરવામાં મદદ કરે છે. દાડમ હૃદયને પણ સ્વસ્થ્ય રાખવાનું કામ કરે છે.

4. કેળા : ઠંડીની સીઝનમાં કેળાનું પણ સેવન કરવું જોઈએ. કેળામાં ભારી માત્રામાં ‘કેલ્શિયમ’ રહેલું હોય છે જે હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે. કેળા પાચન તંત્રને સારું કરવામાં પણ મદદ કરે છે.

5. સફરજન : સફરનજન આપણને ઘણી બધી બીમારીઓથી દૂર રાખવામાં મદદ કરે છે. સફરજનનું સેવન ઠંડીની સીઝનમાં ખુબ જ ફાયદાકારક હોય છે. સફરજન ઇમ્યુનીટી સિસ્ટમ મજબૂત કરીને શરીરમાંથી બળતરા અને સોજા ઘટાડવામાં મદદ કરે છે. સફરજનમાં ‘વિટામિન સી’, ‘ફાઈબર’ ખુબ માત્ર હોય છે. સફરજન શરીરમાં ‘હિમોગ્લોબીન’ અને ‘આયર્ન’ના સ્તરને વધારે છે અને રક્તની કમીને દૂર કરે છે.

Patel Meet