ભારતમાં બનનારા વિશ્વના સૌથી મોટા મંદિર માટે મુસ્લિમ પરિવારે આપી કરોડોની જમીન

ભારતમાં વિવિધતામાં એકતા છે એવું આપણે કહીએ છીએ કારણ કે આપણા દેશમાં અનેક જાતિ ધર્મે અને વિવિધ ભાષા બોલતા રહે છે. એક બીજાના તહેવારો સાથે ઉજવે છે અને ભાઈચારો જાળવી રાખે છે. આ ભાઈચારા અને સાંપ્રદાઈક એકતાને રજૂ કરતી એક ઘટના સામે આવી છે બિહારના પટનમાંથી જ્યાં એક મુસ્લિમ પરિવારે હિન્દુ મંદિર માટે કરોડો રૂપિયાથી જમીન દાનમાં આપી છે.

પૂર્વિ ચંપારણ જિલ્લાના કેથવલિયા વિસ્તારમાં બનનારા વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર વિરાટ રામાયણ મંદિર માટે મુસ્લિમ પરિવારે 2.5 કરોડની જમીન દાનમાં આપી છે આ અંગે પટના સ્થિત મહાવીર મંદિર ટ્રસ્ટના પ્રમુખ આચાર્ય કિશોર કૃણાલે સોમવારે કહ્યું કે, આ જમીન ઈશ્તિયાક અહમદ ખાન નામના વ્યક્તિએ દાન કરી છે જે ગુવહાટીના રહેવાસી છે અને પૂર્વિ ચંપારણના વ્યાપારી છે. તો બીજી તરફ પૂર્વ આઈપીએસ કૃણાલે જણાવ્યું કે, તેમણે તાજેતરમાં જ પૂર્વિ ચંપારણના કેશરિયા સબ ડિવિઝનના રજિસ્ટ્રાર કાર્યાલયમાં મંદિર નિર્માણ માટે પોતાના પરિવાર સાથે ભૂમિ દાન સાથે સંબંધિત બધી પ્રક્રિયા પુરી કરી છે.

આચાર્ય કિશોર કૃણાલે આ અંગે જણાવ્યું કે, ઈશ્તિયાક અહમદ ખાન અને તેમના પરિવારનું આ દાન બે સમુદાયો વચ્ચે સામાજિક સમરસતા અને ભાઈચારાનું એક ઉમદા ઉદાહરણ છે. તેમણે કહ્યું કે, મુસલમાનોની મદદ વિના આ પરિયોજના પૂર્ણ થવી મુશ્કેલ હતી. તેમણે આગળ કહ્યું કે, મહાવીર મંદિર ટ્રસ્ટને અત્યાર સુધીમાં મંદિર નિર્માણ માટે 125 એકર જમીન મળી ચૂકી છે.

આ ઉપરાંત ટ્રસ્ટને વધુ 25 એકર જમીન મળવાની છે. એવું કહેવામાં આવે છે કે વિરાટ રામાયણ મંદિર કંબોડિયામાં પ્રસિદ્ધ 12મી સદીમાં બનેલ અંકોરવાટ મંદિર કરતા પણ ઉંચુ હશે. જે 215 ફૂટ ઉંચુ છે. પૂર્વિ ચંપારણના પરિસરમાં ઉંચા શિખરોવાળા 18 મંદિરો હશે અને તેના શિવ મંદિરમાં વિશ્વનું સૌથી મોટું શિવ લિંગ સ્થાપિત કરવામાં આવશે. આ મંદિરના નિર્માણમાં અંદાજે 500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ટ્રસ્ટ ટુંક સમયમાં નવા સાંસદ ભવનના નિર્માણ કાર્યમાં લાગેલા નિષ્ણાતોને મળશે.

YC