દિલ્લી બોર્ડર પર છેલ્લા 12 દિવસથી ત્રણ નવા કાયદાને પાછા લેવાની માંગ સાથે ખડેપગે આંદોલન કરી રહ્યા છે. તો બીજી તરફ ખેડૂતોએ 8 ડિસેમ્બરના એટલે કે મંગળવારના રોજ ભારત બંધનું એલાન આપ્યું છે. આ ખેડૂત આંદોલનમાં બાળકોથી માંડીને મહિલાઓ અને વૃદ્ધ લોકો શામેલ છે. ખેડૂત પોતાની માંગ પર અડગ છે. આ વચ્ચે ખેડૂત આંદોલનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
દિલ્લીની સિંધુ બોર્ડર પર કિસાનો આંદોલન કરી રહ્યા છે. આ વીડિયોમાં હિન્દૂ-મુસ્લિમના એકતાનું ઉદાહરણ જોઈ શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બધા ખભાથી ખભા મિલાવીને ઉભા છે. મુસ્લિમ ભાઈઓ ખેડૂતોના આંદોલનમાં જઈને નમાજ પઢી રહ્યા છે. તો શીખ ભાઈઓ પણ પાછળ ઉભા છે. ભારત વર્ષમાં બધા જ લોકોને પોતાના ધર્મને માનવાનો અને સાથે જીવવાનો અધિકાર છે.
બીજા ધર્મના લોકોને ઈજ્જત આપે છે. આ વિડીયોને રાણા આયુબે તેના ટ્વીટર પર શેર કર્યો છે. લોકો ણ કમેન્ટ કરી રહ્યા છે. લોકો આ વિડીયો જોઈને કમેન્ટમાં લખી રહ્યા છે કે, અમે બધા એક છીએ. ઘણા લોકો અલગ કરવાની કોશિશ કરી રહ્યા છે આમ છતાં અમે લોકો એક થઇ જઈએ છીએ.
This made me emotional. Sikh brothers standing in solidarity with Muslims while they offer namaz at the farmers protest. pic.twitter.com/1QqC03vKR0
— Rana Ayyub (@RanaAyyub) December 7, 2020
આપણે સૌ જાણીએ છીએ કે, ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તે દરમિયાન તેનું જમવાનું લંગરમાંથી આવે છે. આસપાસના લોકોએ શીખ લોકોને અને દિવસ રાત આંદોલન કરતા ખેડૂતોને કોઈ ભેદભાવ વગર લંગરમાંથી જમાડ્યું હતું