આ શક્કર ટેટીની કિંમત સાંભળીને તમને પણ ચક્કર આવી જશે, હરાજીમાં વેચાઈ અધધધ…લાખમાં

હાલના સમયમાં શક્કર ટેટી બજારમાં આવી ગઈ છે, અને તેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી જરૂર આવી જાય. આપણે સામાન્ય રીતે શક્કર ટેટીના ભાવ 10-20 કે વધુમાં વધુ 50-100 રૂપિયો કિલો ખરીદીને ખાતા હોઈશું. પરંતુ શક્કર ટેટી ખાવાને લઈને લોકો એટલા પાગલ છે કે યૂબારી નામથી પ્રખ્યાત બે શક્કર ટેટીને 27 લાખ યેન એટલે કે લગભગ 18 લાખ 19 હજાર 712 રૂપિયામાં ખરીદવામાં આવી. જે ચર્ચાનો વિષય બન્યો છે.

આ વર્ષે જાપાનના ઉત્તરી હોક્કાઈડોમાં આ શક્કર ટેટીની નીલામી કરવામાં આવી. જ્યાં આ શક્કર ટેટીની આટલી ઊંચી બોલી લગાવવામાં આવી. તો આ પહેલા પણ ગયા વર્ષે બે શક્કર ટેટી આનાથી પણ વધારે ભાવમાં નીલામ કરવામાં આવી હતી.

આ નીલામીના આયોજકો દ્વારા કહેવામાં આવ્યું કે સમાન આકાર વાળા આ યૂબારી શક્કર ટેટી પોતાની ઉચ્ચ ગુણવત્તા અને મીઠા સ્વાદ માટે પ્રસિદ્ધ છે. આ ફળને ઠંડીની સીઝનમાં બહુ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ઉગાડવામાં આવે છે. આ ફળને સન્માનની સાથે જોડીને જોવામાં આવે છે. આ પાક મે મહિનામાં શરૂ થાય છે અને ઓગસ્ટ સુધી ચાલે છે. અહીંયાના ખેડૂતો ફળના આકાર અને દેખાવની સુંદરતાને લઈને ખુબ જ સજાગ રહે છે. સારી કિંમત માટે શક્કર ટેટીનું ગોળ અને સુઘઢ હોવું જરૂરી છે.

શક્કર ટેટીના આ ખાસ પ્રકારને યૂબારી કિંગ નામથી ઓળખવામાં આવે છે. જેની ઉપજ જાપાનના યૂબારી ક્ષેત્રમાં થાય છે. શક્કર ટેટી ખરીદવા અને વેચવા માટે જાપાનના હ્યોગો પ્રાંતમાં સુપર માર્કેટ પણ છે. સ્થાનીય મીડિયા રિપોર્ટ પ્રમાણે આ વખતે એક બેબી ફૂડ પ્રોડ્યુસર દ્વારા આ શક્કર ટેટીની સૌથી વધારે કિંમત લગાવવામાં આવી.

હરાજી કરવામાં આવેલ શક્કર ટેટી નાના બાળક વાળા પરિવારને દાન આપવામાં આવશે. જેમને પહેલા ઓનલાઇન ડ્રોની અંદર પસંદ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે શક્કર ટેટી ખાવાથી શરીર સ્વસ્થ રહે છે અને વાયરસ અને બેક્ટેરિયલ ઈંફેક્શનનો ખતરો દૂર રહે છે.

Niraj Patel