41 વર્ષની ઉંમરે લગ્નના બંધનમાં બંધાઇ ગયા આ ફેમસ સેલિબ્રિટી, લાલ જોડામાં સજી સોલમેટ સાથે મંદિરમાં લીધા સાત ફેરા

ટીવી સિરિયલ ‘તંત્ર’ અને ‘અપને પરાયે’માં દેખાઈ ચૂકેલી અભિનેત્રી મુનિષા ખટવાણી 25 માર્ચે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. અભિનેત્રીએ ગયા શુક્રવારે બોયફ્રેન્ડ સમીર ઠાકુર સાથે સાત ફેરા લીધા હતા. 41 વર્ષીય મુનિષાએ તેના સોલમેટ સાથે ધામધૂમથી લગ્ન કર્યા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. મુનિષા ખટવાણી અને સમીર ઠાકુરે મુંબઈના લક્ષ્મી નારાયણ મંદિરમાં સાત ફેરા લીધા. આ ખાસ અવસર પર બંને એકબીજાના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. મુનિષાએ મેચિંગ બંગડીઓ અને હેવી જ્વેલરી સાથે લાલ લહેંગો કેરી કર્યો હતો.

જ્યારે તેનો પતિ સમીર પણ તેની દુલ્હન સાથે લાલ રંગની શેરવાનીમાં ટ્વિન કરતો જોવા મળી રહ્યો છે. મુનિષા તેના મજબૂત અભિનય અને જ્યોતિષમાં નિપુણતા માટે જાણીતી છે. તે સમીરને ઓનલાઈન ડેટિંગ એપ દ્વારા મળી હતી, જ્યાંથી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં મુનિષા ખૂબ જ સુંદર લાગી રહી છે. 23 માર્ચે મુનિષાએ તેના લાઈફ પાર્ટનર સમીર ઠાકુર સાથે સગાઈ કરી હતી અને 25 માર્ચે બંનેએ લગ્ન કર્યા હતા.

મુનિષા અને સમીરની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. જેના પર ફેન્સ અને મનોરંજન જગતની ઘણી હસ્તીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. મુનિષા અને સમીરના લગ્નનું ફંક્શન 22 માર્ચે શગુનની મહેંદી સાથે શરૂ થયું હતું. મહેંદી સેરેમનીમાં અભિનેત્રીએ પીળા રંગનો સુંદર લહેંગો પહેર્યો હતો. આ સાથે, તેણે ભારે નેકપીસ, મેચિંગ ઇયરિંગ્સ અને માંગ ટીકા સાથે તેના લુકને પૂર્ણ કર્યો હતો. 12 માર્ચે મુનિષાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની શાનદાર બેચલર પાર્ટીની કેટલીક તસવીરો શેર કરી હતી.

મુનિષાના લગ્નમાં ટીવી જગતના ઘણા પ્રખ્યાત કલાકારો પણ પહોંચ્યા હતા.  મુનીષાના લગ્નની જે તસવીરો વાયરલ થઇ રહી છે તેમાં કપલ એકબીજાનો હાથ પકડીને રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. ઘણી તસવીરોમાં સમીર મુનિષાને કિસ કરતો પણ જોવા મળે છે. ફેન્સ તસવીરોને લાઈક કરીને કપલને તેમના નવા જીવન માટે અભિનંદન આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, મુનિષા ખટવાણી અને સમીર ઠાકુરની મુલાકાત એક ડેટિંગ એપ દ્વારા થઈ હતી.

હવે બંને કાયમ માટે સાત જન્મના બંધનમાં બંધાઈ ગયા છે. મુનિષા ખટવાણી અને સમીર ઠાકુરના લગ્નમાં વાહબિઝ દોરાબજી, બખ્તિયાર ઈરાની, તનાઝ ઈરાની, જુહી પરમાર, રતિ પાંડે અને કાશ્મીરા શાહ સહિત ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. બખ્તિયાર અને તનાઝ ઈરાનીએ લગ્નના ફોટોમાં સાથે પોઝ આપ્યો હતો. લગ્નમાં હાજરી આપવા આવેલી જૂહી પરમાર અને રતિ પાંડેએ ટોન સેટ કરવામાં કોઈ કસર છોડી ન હતી.

બંને કેમેરા સામે પોઝ આપતા પણ જોવા મળ્યા હતા.મુનિષા ખટવાણી અને સમીર ઠાકુરના લગ્નમાં હાજરી આપવા આવેલી કાશ્મીરા શાહનો લુક વખાણવા લાયક હતો. અભિનેત્રી ફ્લોરલ લહેંગામાં જોવા મળી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. કાશ્મીરા શાહે તેના બંને જોડિયા બાળકો સાથે મુનિષા ખટવાણીના લગ્નમાં હાજરી આપી હતી. આ દરમિયાન અભિનેત્રીએ બાળકો સાથે ઘણા ફોટા પણ ક્લિક કર્યા હતા.

Shah Jina