દીપિકા પાદુકોણ, ફરાહ ખાન જેવા બોલીવુડના દિગ્ગજો આ મોટી હસ્તીની માતાના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે પહોંચ્યા, તસવીરો અને વીડિયોએ આંખોમાં આંસુઓ લાવી દીધા
ફિલ્મી દુનિયામાંથી એક પછી એક દુઃખદ ખબરો સામે આવી રહી છે, જેમાં ઘણા કલાકારોએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે તો ઘણા કલાકારોના પરિવારજનો નિધન બાદ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ ફરી વળતો હોય છે. ત્યારે 2 દિવસ પહેલા જ બોલીવુડના ખ્યાતનામ કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરાની માતાનું નિધન થયું હતું.
મુકેશ છાબરાના માતા કમલા છાબરાનું મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં નિધન થયું હતું. આ સમાચારથી સમગ્ર બોલિવૂડમાં શોકની લહેર છે. આ સમાચાર સાંભળ્યા પછી, ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. જેમાં દીપિકા પાદુકોણ, કૃતિ સેનનની બહેન નુપુર સેનન, ફરાહ ખાન સહિત અનેક સેલેબ્સના નામ સામેલ છે.
મુકેશ છાબરાની માતાના ગુરુવારે મુંબઈના ઓશિવારા સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાં દીપિકા પાદુકોણ, નુપુર સેનન, ફરાહ ખાન અને અપારશક્તિ ખુરાના મુકેશના મુશ્કેલ સમયમાં સાથ આપવા પહોંચ્યા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી.
માતાના પાર્થિવ દેહને ખભા પર લઈને મુકેશ છાબરા સાવ તૂટેલા દેખાતા હતા. મુકેશ છાબરાની માતા છેલ્લા ઘણા દિવસોથી ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ હતી પરંતુ ગત રોજ તેમનું અવસાન થયું હતું. મુકેશ છાબરાની માતાના નિધનના સમાચાર સાંભળીને બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ શોકની લહેરમાં ડૂબી ગયા.
View this post on Instagram
મુકેશ છાબરાની માતાની અંતિમ યાત્રામાં બોલિવૂડ અને ટીવી જગતની અનેક હસ્તીઓ શોક વ્યક્ત કરતી જોવા મળી. આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા તેના ખાસ મિત્ર મુકેશ છાબરાનું દુઃખ શેર કરવા માતાની અંતિમ યાત્રામાં પહોંચી હતી.
View this post on Instagram
ક્રાઈમ પેટ્રોલ ફેમ ટીવી એક્ટર અનૂપ સોની પણ જોવા મળ્યા હતા અને તેમણે ભીની આંખે મુકેશ છાબરાની માતાને વિદાય આપી હતી. આ દરમિયાન મુકેશ છાબરાના આંસુ રોકાઈ રહ્યા ન હતા. માતાના અવસાનનું દુ:ખ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું.