દેશના સૌથી ધનિક પરિવાર એવા અંબાણી પરિવારના સદસ્યો વિશે લોકો જાણતા જ હશે. અંબાણી પરિવાર હંમેશા લાઈમલાઈટમાં રહે છે માટે તેઓના વિશે લોકોને જાણ હોવી સ્વાભાવિક છે. જો કે ખુબ ઓછા લોકો જાણતા હશે કે મુકેશ-અનિલ અંબાણીની બે બહેનો પણ છે જેનું નામ નીના કોઠારી અને દીપ્તિ સાલગાંવકર છે.

જ્યા એક તરફ અંબાણી પરિવાર મોટો કે કારોબાર સંભાળે છે, નીતા અંબાણી પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો ઘણો કાર્યભાર સંભાળે છે, જ્યારે બીજી તરફ અંબાણી બહેનોએ લગ્ન કરીને ઘરની જવાબદારી સંભાળવાનું ઉચિત સમજ્યું હતું. જેને લીધે બંને લાઇમલાઇટમાં જોવા નથી મળતી, આજે અમે તમને નીના કોઠારી વિશે અમુક ખાસ વાતો જણાવીશું.

નીનાના લગ્ન કોઠારી ગ્રુપના ચેરમેન ભદ્રશ્યામ કોઠારી સાથે થયા હતા, પણ વર્ષ 2015માં કેન્સરને લીધે તેની મૌત થઇ ગઈ હતી.

જણાવી દઈએ કે કોઠારી ગ્રુપ દેશના મોટા બિઝનેસ ગૃપમાનું એક છે અને તેની શરૂઆત ભદ્રશ્યામના પિતા એસચી કોઠારીએ કરી હતી.

નીનાનો સ્વભાવ ખુબ શર્મીલો છે જેન લીધે તે મીડિયા સામે પણ જોવા નથી મળતી. અંબાણી પરિવારના દરેક લગ્ન કે સમારોહમાં નીના અને દીપ્તિ બંન્ને બહેનો હાજર હોય છે છતાં પણ કેમેરામાં જોવા નથી મળતી.નીના કોઠારીની ભાભી નીતા અંબાણી ટીના અંબાણી સાથે સારી એવી બોન્ડીગ છે.

પતિના નિધન પછી નીના પોતાનો ફેમિલી બિઝનેસ સંભાળી રહી છે, આજે નીના શુગર મીલ્સની માલિક બની ચૂક છે અને ભારતની પાવરફુલ મહિલાઓના તેનું નામ ગણવામાં આવે છે.

નીનાનો દીકરો અર્જુન કોઠારી પણ શુગર મિલ્સ, કેમિલક બિઝનેસ અને પેટ્રોલીયમ બિઝનેસ સંભાળી રહ્યો છે, તે કોઠારી ગ્રુપના મેનેજીંગ ડાયરેકટર છે.અર્જુનના લગ્ન વર્ષ 2019માં આનંદીતા કોઠારી સાથે થયા છે.

નીનાની દીકરી નયનતારાના લગ્ન વર્ષ 2012માં થયા હતા, નયનતારાએ હિન્દુસ્તાન ટાઈમ્સ ગ્રુપના ડાયરેક્ટર શામિત ભારતીયા સાથે લવ મેરેજ કર્યા હતા. ભાણી નયનતારાના લગ્ન નક્કી થતા મામા મુકેશ અંબાણીએ એન્ટેલિયામાં શાનદાર પાર્ટીનું આયોજન પણ કર્યું હતું.