એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીના ઘરે કેટલું આવે છે વીજળી અને પાણીનું બિલ, જાણો

એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે મુકેશ અંબાણી, જાણો કેટલું આવે છે નીતા અંબાણીના ભવ્ય ઘર એન્ટિલિયામાં વીજળી અને પાણી બિલ

મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક બિઝનેઝમેન છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચીફ મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે મુંબઈમાં તેમના આલીશાન ઘર એન્ટિલિયામાં રહે છે. 27 માળનો મહેલ દુનિયાના સૌથી મોંઘા મહેલમાંથી એક છે. અમે જણાવીશું કે અંબાણી મહેલમાં કેટલું પાણી અને વીજળી ખર્ચ થાય છે.

મુકેશ અંબાણી અને તેમનો પરિવાર વર્ષ 2010માં મહેલમાં રહેવા માટે આવ્યા હતા. વર્ષ 2010માં ‘મુંબઈ મિરર’ના રિપોર્ટ અનુસાર તેમના મહેલનું પહેલું વીજળી બિલ 70 લાખ રૂપિયા કરતા વધારે આવ્યું હતું. રિપોર્ટમાં લખ્યું હતું કે મુકેશ અંબાણીને બિલના નિયમો પ્રમાણે 48,354 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળ્યું હતું.

મુકેશ અંબાણીનો મહેલ 200 કરોડ ડોલર એટલે કે લગભગ 11 હજાર કરોડ રૂપિયાનો બનેલો છે. એટલુંજ નહિ મહેલથી ખુલ્લું આકાશ અને સમુદ્રનો ખુબ જ સરસ નજારો પણ જોઈ શકાય છે. મુંબઈ સાઉથમાં અલ્ટમાઉન્ટ રોડ પર બનેલું એન્ટિલિયા 27 ફ્લોરનું છે અને તે 4 લાખ ચોરસ ફૂટમાં બનેલું છે.

મુકેશ અંબાણીના મહેલમાં જીમ, પ્રાઇવેટ થિયેટર, પાર્કિંગ, સ્વિમિંગ પૂલ, ઓફિસ સ્પેસ જેવી સુખ સુવિધાઓ રાખવામાં આવી છે. આના સિવાય અંબાણીના મહેલમાં યોગા સેન્ટર, ડાન્સ સ્ટુડિયો, હેલ્થ સ્પા પણ બનાવવામાં આવ્યું છે.

આ ઘરના પાંચ માળમાંથી ત્રણ બેઝમેન્ટ છે. સર્વિસ અને પાર્કિંગ માટે બીજો અને ત્રીજો માળ છે. જેમાં લગભગ 168 ગાડીઓ એક સાથે રાખી શકાય છે. અંબાણી અને તેમનો પરિવાર છઠ્ઠા ફ્લોર પર રહે છે અને તે ફ્લોર તેમની જરૂરિયાત હિસાબે બનાવવામાં આવ્યો છે.

મુકેશ અંબાણીના મહેલમાં 9 લિફ્ટ પણ છે જેનાથી કોઈ પણ ફ્લોર પર જઈ શકાય છે. મહેલનો અંદરનો ભાગ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે 8 રિક્ટર સ્કેલના ભૂકંપને પણ આરામથી સંભાળી શકે છે.

વર્ષ 2011માં મહારાષ્ટ્રના CM પૃથ્વીરાજ ચૌહાણે વિધાનસભામાં કહ્યું હતું કે મુકેશ અંબાણીના એન્ટિલિયામાં દર મહિને 5.65 લાખ લીટર પાણી સપ્લાય આપવામાં આવે છે. એક દિવસમાં અંબાણીના મહેલમાં લગભગ 18,230 લીટર પાણી જોઈતું હોય છે.

જણાવી દઈએ કે આના નિર્માણ માટે ઓસ્ટ્રેલિયા બેસ્ટ કંસ્ટ્રકશન કંપની ‘લાઈટન કંસ્ટ્રકશન’ને કામ આપવામાં આવ્યું હતું જેમને અમેરિકા આર્કિટેક્ચર ફર્મ સાથે મળીને આ ભવ્ય મહેલ બનાવ્યો હતો.

Patel Meet