દેશ અને દુનિયાના સૌથી ધનિક બિઝનેસમેનમાંના એક મુકેશ અંબાણી અને બોલિવુડના મહાનાયક કઇ ડેરીનું પીવે છે દૂધ ? જાણો 1 લિટરનો ભાવ

મુકેશ અંબાણીથી લઈને અમિતાભ બચ્ચન, સચિન સુધીની મોટી મોટી હસ્તીઓ આ તબેલાનું દૂધ પીવે છે, એક લિટરનો ભાવ સાંભળીને હલબલી જશો

1 જૂનના રોજ વિશ્વભરમાં વિશ્વ દૂધ દિવસ મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠને દરેક વ્યક્તિના જીવનમાં ડેરીનું મહત્વ સમજાવવા માટે વર્ષ 2001માં આ વિશેષ કાર્યક્રમની શરૂઆત કરી હતી. લોકોના મનમાં એ જાણવાની ઉત્સુકતા છે કે શું બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને દેશના સૌથી ધનિક બિઝનેસમાંના એક મુકેશ અંબાણી જેવા સેલેબ્સ પણ સામાન્ય માણસ જેવું દૂધ ઉપયોગમાં લે છે ? આપણા ઘરોમાં જે દૂધ આવે છે તે જ પેકેજ્ડ દૂધ તેમના ઘરે પણ આવે છે ? આવી સ્થિતિમાં અમે તમને એક એવી ડેરી ફર્મ વિશે જણાવી રહ્યા છીએ જેને આ દેશની સૌથી હાઇટેક ડેરી પણ કહેવામાં આવે છે.

આ ડેરીનું નામ ભાગ્યલક્ષ્મી ડેરી છે.તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના પુણેમાં ભાગ્યલક્ષ્મી ડેરી ચાલી રહી છે. આ ડેરીના ગ્રાહકોની યાદીમાં અંબાણી પરિવાર સહિત ઘણા મોટી હસ્તીઓનો સમાવેશ થાય છે. ભાગ્યલક્ષ્મી ડેરીની માલિકી દેવેન્દ્ર શાહની છે. શરૂઆતમાં આ ડેરીમાં માત્ર 175 ગ્રાહકો હતા પરંતુ ધીમે ધીમે આ સંખ્યા વધીને 22,000 થઈ ગઈ. હાલમાં એક લિટર દૂધની કિંમત 152 રૂપિયા છે. દેવેન્દ્ર શાહની ડેરીનું દૂધ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં સપ્લાય થાય છે. પૂણેથી મુંબઈનું અંતર 163 કિલોમીટર છે, જે 3 કલાકમાં કાપવામાં આવે છે.

મુંબઈમાં આ ડેરીના ઘણા દૂધ પીનારાઓ છે, જેના કારણે પુણેથી મુંબઈ દરરોજ દૂધ સપ્લાય કરવામાં આવે છે. આ ડેરીની ડિલિવરી વાન સવારે 5:30થી 7:30 દરમિયાન ગ્રાહકોના ઘરે દૂધ પહોંચાડે છે. આ સાથે દરેક ગ્રાહક પાસે ‘પ્રાઈડ ઓફ કાઉ’ માટે લોગીન આઈડી છે. જેના પર તે ઓર્ડર બદલી અથવા રદ કરી શકે છે. આ ઉપરાંત ડિલિવરી સ્થળપણ બદલી શકાય છે.  અમિતાભ બચ્ચન હોય કે મુકેશ અંબાણી કે પછી ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકર હોય ઘણા સેલેબ્સના ત્યાં આ ડેરી ફર્મનું દૂધ જાય છે. આ ફાર્મ 26 એકરમાં બનેલ છે. ગાયો માટે અહીં બિછાવેલી રબર મેટ દિવસમાં ત્રણ વખત સાફ કરવામાં આવે છે.

ગાયો માત્ર ROનું પાણી પીવે છે. સંગીત દિવસના 24 કલાક સ્વરૂપે વાગે છે. તેમને ખોરાકમાં સોયાબીન, આલ્ફા ગ્રાસ, મોસમી શાકભાજી આપવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં આ ડેરીના એક લિટર દૂધની કિંમત 152 રૂપિયા છે. દૂધ આપતા પહેલા દરેક ગાયનું વજન અને તાપમાન તપાસવામાં આવે છે. જો ગાય બીમાર હોય તો તેને સીધી હોસ્પિટલમાં મોકલવામાં આવે છે.

દૂધને પાઈપ દ્વારા સિલોસમાં સીલ કરવામાં આવે છે અને પછી બોટલમાં પોશ્ચરાઇઝ કરવામાં આવે છે. ડેરીમાં 2000થી વધુ હોલ્સ્ટીન ફ્રીઝિયન ગાયો છે. આ જાતિ સ્વિત્ઝર્લેન્ડથી આયાત કરવામાં આવી છે. એવું કહેવાય છે કે આ ગાયો એક દિવસમાં લગભગ 25-28 લિટર દૂધ આપે છે. તેમની કિંમત 90 હજારથી 1.5 લાખ રૂપિયાની આસપાસ જણાવવામાં આવી રહી છે.

Shah Jina