દીકરાના લગ્નમાં 1000 કરોડથી પણ વધુનો ખર્ચ કરનારા મુકેશ અંબાણીના લગ્ન કેવી રીતે થયા હતા ખબર છે ? જુઓ તેમના લગ્નની ખાસ તસવીરો

સામે આવી મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્નની શાનદાર તસવીરો, આજે મુકેશ અંબાણી દીકરાના લગ્નમાં પાણીની જેમ પૈસા વહાવે છે અને તેમના લગ્ન કેવી સાદગીમાં થયા હતા, જુઓ તસવીરો

Mukesh Ambani and Nita Ambani wedding pictures : મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન પહેલા જામનગરમાં પ્રિ વેડિંગ સેરેમની ઉજવાઈ રહી છે.   જેમાં દેશ અને દુનિયાની મોટી મોટી સેલેબ્રિટીઓ ઉપસ્થિત છે. ત્યારે દીકરા અનંત અંબાણીના લગ્ન પાછળ મુકેશ અંબાણી લગભગ 1000 કરોડનો ખર્ચ કરવાના છે તેવી ધારણા છે. સામે આવેલા પ્રિ વેડિંગના વીડિયોમાં જ જોઈ શકાય છે કે મુકેશ અંબાણીએ દીકરાના લગ્ન પાછળ પાણીની જેમ પૈસા વહાવ્યા છે. દીકરીના લગ્નમાં પણ તેમને 700 કરોડનો ખર્ચ કર્યો હતો.

ત્યારે દીકરાના લગ્નની સાથે સાથે મુકેશ અંબાણીના લગ્નની પણ કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. આજે ભલે પોતાના સંતાનોના લગ્ન પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા હોય, પરંતુ મુકેશ અંબાણીએ જયારે નીતા અંબાણી સાથે લગ્ન કર્યા ત્યારે એક માહોલ અલગ જ હતો. જે સામે આવેલી તસ્વીરોમાં જોઈ શકાય છે.

બિઝનેસમેન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્ન 8 માર્ચ 1985ના રોજ થયા હતા. મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીએ નીતા અંબાણીને પોતાની વહુ બનાવવાનો નિર્ણય લીધો હતો.

લગ્ન સમયે મુકેશની ઉંમર 21 વર્ષની હતી અને નીતા 20 વર્ષની હતી. નીતા તેના લગ્નમાં ખૂબ જ સિમ્પલ અને સોબર લાગી રહી હતી. મુકેશ અંબાણી પણ સૂટ પહેરેલા અને કપાળ પર પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે લગ્ન પછી પણ નીતાએ પોતાની સ્કૂલમાં 800 રૂપિયાની નોકરી કરવાનું ચાલુ રાખ્યું હતું. તેના બાળકો થયા પછી, નીતાએ નોકરી છોડી દીધી અને તેમને ઉછેરવા માટે ઘણા વર્ષો સુધી કામ કર્યું નહીં.

Niraj Patel