રસોઈ

નાસ્તા માં બાળકો માટે બનાવો ટેસ્ટી ટેસ્ટી મુગલાઈ પરાઠા – નોંધી લો રેસિપી સ્ટેપ બાય સ્ટેપ

સવારે સવારે નાસ્તા માં પરોઠા ખાવા તો બધા ને પસંદ હોય જ છે. જો તમે બટાટા કે કોબી ના પરોઠા ખાઇ ને થાકી ચુક્યા છો તો આ વખતે નાસ્તા માં હેલ્થી , ક્રિસ્પી અને ટેસ્ટી મુઘલાઈ પરોઠા ટ્રાય કરી ને જુઓ. આ ખાવા માં ટેસ્ટી થશે અને બાળકો થી લઈ ને ઘર ના મોટા સુધી બધા ને પસંદ આવશે. તો ચાલો જાણીએ ઘર ઉપર જ સેહલાય થી મુઘલાઈ પરોઠા બનાવવા ની આ રેસિપી.

સામગ્રી:’ લોટ બાંધવા માટે.

 • મેંદો -2 કપ
 • તેલ- ટેબલસ્પૂન
 • મીઠું- ½ ટીસ્પૂન
 • પાણી-જરૂરિયાત મુજબ

સ્ટફિંગ માટે.

 • તેલ- 2 ટીસ્પૂન
 • ડુંગળી- ½ નાની કાપેલ
 • લીલા મરચા-2નાના કાપેલ
 • આદુ લસણ ની પેસ્ટ – 1ટીસ્પૂન
 • શિમલા મિર્ચ – 1 (ઝીણી કાપેલ)
 • ગાજર- 1 કાપેલ
 • હળદર- ¼ ટીસ્પૂન
 • લાલ મરચાં ની ભૂકી- ½ ટીસ્પૂન
 • ધાણાજીરું પાઉડર- ½ ટીસ્પૂન
 • જીરા પાઉડર – ¼ ટીસ્પૂન
 • આમચૂર- ½ ટીસ્પૂન
 • ગરમ મસાલો- ¼ ટીસ્પૂન

વિધિ
(લોટ બનાવવા માટે)

1. એક બાઉલ માં બધી સામગ્રી સારી રીતે નાખી અને ભેળવી અને નરમ લોટ બાંધી લો.

2. હવે એને 20 મિનિટ સુધી એક તરફ રાખી દો.

સ્ટફિંગ માટે.

1. એક પૈન માં2 ટેબલસ્પૂન તેલ ગરમ કરો અને એમાં 1/2 કાપેલ ડુંગળી , 2 કાપેલ લીલા મરચા , 1 ટીસ્પૂન આદુ લસણ ની પેસ્ટ ને નાખી ને 2 મિનિટ સુધી ફ્રાય કરો.

2. એના પછી એમાં 1 કાપેલ શિમલા મિર્ચ અને 1 ગાજર નાખી ને થોડા સમય સુધી પાકવા માટે છોડી દો.
3. હવે એમાં 1/4 ટીસ્પૂન હળદર , 1/2 ટીસ્પૂન લાલ મરચાં ની ભૂકી , 1/2 ટીસ્પૂન ધાણાજીરું પાઉડર , 1/4 ટીસ્પૂન ગરમ મસાલો અને 1/2 ટીસ્પૂન મીઠું નાખી ને 2-3 મિનિટ માટે હલાવો.

4. મસાલા પકાવ્યા પછી એમાં 2 કપ ઝીણા કાપેલ પનીર ને નાખી ને સારી રીતે પકાવી લો.

5. હવે બાંધેલ લોટ માં થોડો લોટ ઉમેરી અને ગોળ શેપ માં વણી લો. હવે એમાં પનીર મસાલા નું સ્ટફિંગ કરો. એના પછી એને ચારે તરફ થી બંધ કરી ને પરોઠા નો શેપ આપી દો.

6. તવા ને ગરમ કરી ને પરોઠા ને થોડા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થવા સુધી તેલ લગાડી ને બંને સાઈડ થી સેંકી લો.
સેંક્યા પછી એના પર અબસોર્ટ પેપર રાખી દો.

7. તમારા મુઘલાઈ પરોઠા બની ને રેડી છે. હવે તમે એને રાયતા કે ચટણી સાથે સર્વ કરો.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ