વડોદરામાં બે ભાઇઓ વચ્ચે એકની એક બહેનનું દુઃખદ નિધન: સિટી બસે કચડી નાખી …. જુઓ CCTV ફૂટેજ

વડોદરાની MSUમાં બનતી વિદ્યાર્થિનીને બસે આપી ભયાનક ટક્કર, માસુમ દીકરીનું તરફડીયા મારીને થયું મૃત્યુ- વીડિયો જોઈને કહેજો કોનો વાંક છે ?

દેશભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં કોઈના વાંકે અન્ય કોઈ માસુમનો ભોગ લેવામાં આવતો હોય છે. ગુજરાતના વિવિધ શહેરોમાં બેફામ રીતે સીટી બસ હંકારી રહેલા ડ્રાઈવરોના કારણે પણ ઘણીવાર અકસ્માત સર્જાય છે અને તેમાં પણ ઘણા માસુમ લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે.

હાલ એવી જ એક ઘટના વડોદરામાંથી સામે આવી છે, જ્યાં સીટી બસની અડફેટે એક વિધાર્થીનીનું મોત નીપજ્યું છે, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેનો વીડિયો પણ વાયલર થતા લોકોનો ગુસ્સો પણ ફૂટી રહ્યો છે, કારણ કે આ સમગ્ર અકસ્માત રૂંવાડા ઉભા કરી દેનારો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ સુરતના અમરોલી નગર ખાતે રહેતી 24 વર્ષીય વિધાર્થીની શિવાની રણજીતસિંહ સોલંકી વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી, તે આ યુનિવર્સટીમાં માસ્ટર ઓફ કેમિસ્ટ્રીના છેલ્લા વર્ષમાં હતી. આ દરમિયાન જ તે ગત મંગળવારના રોજ બપોરે સીટી બસ ડેપોમાંથી બહાર નીકળી રહી હતી, તે દરમિયાન જ સીટી બસના ચાલકે તેના ઉપર બસ ચઢાવી દીધી હતી.

આ અકસ્માત બાદ શિવાનીને તરત જ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ મોડી રાત્રે જ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઈને લોકોમાં પણ અરેરાટી વ્યાપી ગઈ હતી, તેમજ ડ્રાઈવર વિરુદ્ધ પણ લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ ગઈ હતી.

અકસ્માત સર્જવાની સાથે જ બસ ચાલક પોતાની બસ મૂકીને સલામત સ્થળે ભાગી ગયો હતો, જેના કારણે લોકો તેની ઉપર રોષ ઠાલવી ના શકે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વિધાર્થીની ચાલી રહી છે અને પાછળથી આવી રહેલા સીટી બસ ચાલકે તેના ઉપર બસ ચઢવી દીધી હતી.  ત્યારે આ બનાવને લઈને ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુન્હો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

યુવતીના નિધનની ખબર સાંભળીને સુરતમાં રહેલો તેનો પરિવાર પણ ભાંગી પડ્યો હતો. પરિવારને જાણ થતા જ તે મોડી સાંજે વડોદરા ખાતે આવી પહોંચ્યો હતો, શિવાની તેના બે ભાઈઓ વચ્ચે એકની એક બહેન હતી. ચાર દિવસ પહેલાં જ શિવાની સુરત પરિવારને મળવા માટે ગઇ હતી અને મંગળવારે બપોરે ટ્રેનમાં 4 વાગે વડોદરા રેલવે સ્ટેશન પહોંચી હતી અને સેન્ટ્રલ એસ.ટી. ડેપોમાંથી જન મહેલ સિટી બસ ડેપોમાં થઇ ચાલીને બહાર નીકળતા સમયે જ બેફામ સીટી બસ ચલાવી રહેલા ડ્રાઈવરે તેના ઉપર બસ ચઢાવી દીધી હતી.

Niraj Patel