અનંત-રાધિકાના પ્રિ વેડિંગમાં મહેન્દ્રસિંહ ધોનીએ સાક્ષી ભાભી સાથે આપ્યા શાનદાર પોઝ, માહી ભાઈનો નવો લુક જોઈને ચાહકો થયા ફિદા

સાક્ષી ભાભી સાથે મહેન્દ્ર સિંહ ધોનીએ આપ્યા શાનદાર પોઝ, માહી ભાઈનો નવો લુક જોઈને ચાહકો થયા ફિદા, જુઓ તસવીરો

Ms dhoni with sakshi photo : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ પાર્ટીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે, જેમાં સ્ટાર કિડ્સ અને બોલિવૂડ સ્ટાર્સની અલગ-અલગ સ્ટાઇલ જોવા મળી રહી છે. આ દરમિયાન, અંબાણી પરિવારના સેલિબ્રેશનમાંથી એમએસ ધોનીની તસવીરો પણ સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. આ તસવીરોએ લોકોના દિલ જીતી લીધા છે.

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની લક્ઝુરિયસ ક્રૂઝ પર પાર્ટી દરમિયાન તેમના ચાહકો સાથે વાતચીત કરતા અને તેમની સાથે તસવીરો ક્લિક કરતા જોવા મળ્યા હતા. એમએસ ધોની પણ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની ક્રૂઝ પ્રી-વેડિંગ પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીની પાર્ટીમાંથી મહેન્દ્ર સિંહ ધોનીની ઘણી બધી હૃદયસ્પર્શી તસવીર પણ સામે આવી છે.

મહેન્દ્ર સિંહ ધોની આ પાર્ટીમાં પોતાની પત્ની સાક્ષી અને દીકરી જીવા સાથે પહોંચ્યો છે. ધોનીની પત્ની સાક્ષીએ પણ આ સમયની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જેને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ તસ્વીરોમાં માહીનો એક અલગ જ લુક જોવા મળી રહ્યો છે. સામે આવેલી તસવીરોમાં ધોની કાર્ગો અને જીન્સમાં જોવા મળી રહ્યો છે, તો સાક્ષી પણ ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

તો અન્ય એક તસવીરમાં ધોની પોતાની પત્ની સાક્ષી અને દીકરી જીવા સાથે ડિનર ટેબલ પર બેઠેલો પણ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકાના આ બીજા પ્રિ વેડિંગ ફંક્શનમાં બૉલીવુડ અને દુનિયાભરની ઘણી હસ્તીઓ પણ સામેલ થઇ રહી છે, 4 દિવસ સુધી ચાલનારા આ ફંક્શનમાં પણ જાહોજલાલી જોવા મળશે.

Niraj Patel