મહેન્દ્ર સિંહ ધોનીના ઘરે આવ્યું નવું મહેમાન, પત્ની સાક્ષીએ ક્યુટ વીડિયો શેર કરી આપી જાણકારી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના ઘરે નવું મહેમાન આવ્યુ છે. ધોનીની પત્ની સાક્ષીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે. સાક્ષીએ નવા મહેમાનનો વીડિયો શેર કરી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

સાક્ષી ધોનીએ આ વાતની જાણકારી આપી છે કે તેમના ઘરમાં ‘ચેતક’નામનો ઘોડો આવ્યો છે. જે ખૂબ જ પ્રેમાળ અને ખૂબસુરત છે. ધોનીના ઘરે પહેલાથી જ ઘણા કૂતરા છે અને હવે તેમના આ પરિવારમાં ચેતક પણ સામેલ થઇ ગયો છે.

આ વીડિયોમાં એક કાળા રંગનો ઘોડો જોવા મળી રહ્યો છે. જે સફેદ કૂતરા સાથે ફાર્મહાઉસમાં રમતો જોવા મળે છે. સાક્ષીએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે કે, ઘરમાં તમારુ સ્વાગત છે ચેતક. જયારે તમે લીલી(ડોગ)ને મળ્યા તો એક સાચા માણસ તરીકે તમે વર્તન કર્યુ. તમને હસી ખુશી અમારા ફેમિલી પેકમાં સ્વીકાર કરવામાં આવી રહ્યા છે.

મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

તમને જણાવી દઇએ કે, મહેન્દ્ર સિંહ ધોનીએ ઇંટરનેશનલ ક્રિકેટથી રિટાયરમેંટ લઇ લીધી છે અને તે બાદ તેઓ ઓર્ગેનિક ખેતી પર ધ્યાન આપી રહ્યા છે. 46 એકડમાં ફેલાયેલા પોતાના ફાર્મહાઉસમાં ધોની ઓર્ગેનિક ખેતી સાથે સાથે ગાયોનું પાલન પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r)

Shah Jina