નીતા અંબાણીએ ધોનીને શિખવાડ્યા દાંડિયા, મુકેશ અંબાણીએ પોતે રમવા બોલાવ્યા- જુઓ વીડિયો

રિલાયન્સના ફાઉન્ડર અને એશિયાના સુધી ધનવાન બિઝનેસમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન આ દિવસોમાં ચર્ચામાં છે. ચારે બાજુ આ ફંકશની જ ન્યુઝ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે અનંત 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેવા જઈ રહ્યો છે. લગ્ન પહેલા, કપલે 1 થી 3 માર્ચ સુધી તેમના પ્રી-વેડિંગ ફંક્શન્સનું આયોજન કર્યું છે,

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ તેના ભૂતપૂર્વ સીએસકે સાથી ડીજે બ્રાવો સાથે દાંડિયા રમ્યા. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે સ્ટેજની નીચે જઈને દાંડિયા રમ્યા હતા. ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજે વાઇબ અને લવર જેવા ગીતો પર પરફોર્મ કર્યું છે. બ્લેક કુર્તામાં પહોંચેલા ભિંજાને અનંત અંબાણીને ગળે લગાવ્યા. આ દરમિયાન તેનો બોડીગાર્ડ શેરા પણ હાજર હતો.

બિલ ગેટ્સ, સ્મૃતિ ઈરાની, રણબીર કપૂર, રાણી મુખર્જી સહિતના સેલિબ્રિટીઓ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. એમ એસ ધોની, નીતા-મુકેશ અંબાણી સહિત બોલીવૂડ સ્ટાર ગરબા રમતા નઝરે પડ્યા હતા.

આ ખાસ ઇવેન્ટમાં ઇન્ટરનેશનલ સ્ટાર્સ અને ઘણી દિગ્ગજ હસ્તીઓ હાજરી આપી રહી છે. એવામાં હાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીના બીજા દિવસની તસવીરો અને વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ ફંક્શનના પહેલા દિવસે 1 માર્ચની સાંજે, પોપ સેન્સેશન રીહાનાએ અદભૂત પર્ફોમન્સ આપ્યું હતું. જેના ઘણા વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને બીજા દિવસે અંબાણીની આ પાર્ટીમાં દરેક મહેમાનો ખૂબ મોજ માણતા નજર આવ્યા હતા.

હવે 3 દિવસના આ સ્પેશિયલ ફંક્શનમાં બીજા દિવસે રાત્રે ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બૉલીવુડ સેલિબ્રિટી ગરબા કરતાં પણ જોવા મળ્યા હતા. પ્રી-વેડિંગ પાર્ટીના બીજા દિવસના ઘણા ઇનસાઈડ વિડીયો વાયરલ થઈ રહ્યા છે.

IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન અને આપણા દેશના દિગ્ગજ ક્રિકેટર MS ધોની અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં તેની પત્ની સાક્ષી સાથે આવી પહોંચ્યા હતા. તેમણે તો ફેન્સને નવાઈ લાગે એમ ગરબા અને દાંડિયાની પણ મજા લીધી હતી.

આ દરમિયાન ધોનીનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં (આઈપીએલ) પોતાની ભૂતપૂર્વ ટીમના સાથી ડ્વેન બ્રાવો સાથે દાંડિયા રમતા દેખાયા હતા. દિગ્ગ્જ ક્રિકેટર ધોની અને બ્રાવો જેવી ક્રિકેટ હસ્તીઓએ આ ફંક્શન એન્ટેન્ડ કર્યું છે જેમને ત્રણ દિવસીય ગાલા ઈવેન્ટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. બધાએ શાનદાર કાર્યક્રમોનો આનંદ પણ માણ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ વિડીયોમાં વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ક્રિકેટર બ્રાવોએ આ ગરબા નાઈટમાં યલો કલરનો ડ્રેસ પસંદ કર્યો હતો. ધોનીએ શ્વેત કુરતું પહેરેલું દેખાય છે. સાથે સાક્ષી પણ પિન્ક આઉટફિટમાં સુંદર લાગી રહી છે.

એ પછી અંબાણીના ગરબા નાઈટમાં દિલજીત દોસાંઝ પણ તેના ચાર્ટબસ્ટર ગીતો પર પરફોર્મ કરતો દેખાયો હતો. આ સિવાય પ્રેગ્નન્સીની જાહેરાત બાદ દીપિકા પાદુકોણ-રણવીર સિંહ પણ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં ગરબા કરતા જોવા મળ્યા હતા. પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણનો આ ડાન્સ ઇન્ટરનેટમાં ખુબ સ્પીડમાં વાયરલ થઈ રહ્યો છે.

YC