ધોનીનું બાઈક કલેક્શન જોઈને ક્લીન બોલ્ડ થઇ ગયો ભારતનો આ ભૂતપૂર્વ બોલર, વીડિયોમાં એવું લાગ્યું કે જાણે કોઈ બાઇકનો શોરૂમ હોય, જુઓ વીડિયો

MSDનો બાઈક પ્રત્યેનો શોખ જોઈને તમે પણ નતમસ્તક થઇ જશો, કોઈ શોરૂમ કરતા પણ વધારે બાઈક દેખાઈ વીડિયોમાં, જુઓ

MS Dhoni Bike Collection : ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન અને  વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે. તેની એક ઝલક જોવા માટે પણ ચાહકો આતુર હોય છે. ત્યારે માહીના અંગત જીવન પર પણ સૌની નજર હોય છે. માહી પોતાની સાદગીથી હંમેશા ચાહકોના દિલ જીતી લેતો હોય છે, ત્યારે તે ઘણીવાર કેટલાક એવા કામ પણ કરે છે જેને જોઈને ચાહકોનો તેના પ્રત્યેનો પ્રેમ પણ વધી જાય છે. તેનો કોઈપણ વીડિયો સામે આવતા જ વાયરલ પણ થઇ જાય છે.

કાર અને બાઇકનો શોખ :

મહેન્દ્ર સિંહ ધોનીને બાઇક અને કારનો શોખ છે. આ વાત કોઈનાથી છુપી નથી. ધોનીનો બાઇક પ્રત્યેનો પ્રેમ અવારનવાર સામે આવે છે. રાંચીમાં ધોનીના ઘર (કૈલાશપતિ) પાસે વિશાળ ગેરેજ છે જ્યાં તે તેના તમામ વાહનો પાર્ક કરે છે. આ ગેરેજની તસવીરો વારંવાર વાયરલ થતી રહે છે. હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વેંકટેશ પ્રસાદે આ ગેરેજનો વીડિયો શેર કર્યો છે.

વેંકટેશ પ્રસાદે લીધી ધોનીના ઘરની મુલાકાત :

ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે તાજેતરમાં જ ધોનીને તેના સાથી ખેલાડી અને ભૂતપૂર્વ સ્પિનર ​​સુનીલ જોશી સાથે રાંચીમાં તેના ઘરે મળ્યા હતા. આ દરમિયાન તેણે ધોનીનું ગેરેજ પણ જોયું અને તે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ધોનીના ગેરેજમાં બાઈકનું વિશાળ કલેક્શન જોઈને પ્રસાદ અને જોશી આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોમાં પ્રસાદ કહે છે કે તે બાઇકનો શોરૂમ પણ હોઈ શકે છે.

વીડિયો કર્યો શેર :

ધોનીને ટ્વિટર પર ટેગ કરતાં પ્રસાદે લખ્યું, “મેં એક વ્યક્તિમાં સૌથી ઉત્કટ જોશ જોયો છે. મહેન્દ્ર સિંહ ધોની પાસે અદ્ભુત (બાઈક) કલેક્શન છે અને તે પોતે એક અદ્ભુત વ્યક્તિ છે. એક મહાન સિદ્ધિ મેળવનાર.” અને તેનાથી પણ વધુ અવિશ્વસનીય વ્યક્તિ. અહીં એક ઝલક છે. તેના બાઇક અને કારના સંગ્રહમાં.” રાંચીમાં તેમના ઘરે. હું તેના વ્યક્તિત્વ અને જૂનુનથી અભિભૂત છું.”

ધોનીએ જણાવી શોરૂમ બનાવવાની કહાની :

વેંકટેશ પ્રસાદ દ્વારા શેર કરવામાં આવેલ વિડિયો ધોનીની પત્ની સાક્ષીએ રેકોર્ડ કર્યો હતો અને તે તેને પૂછે છે, “કેમ માહી?” ધોની, એક સામાન્ય પતિની જેમ, જવાબ આપે છે, “કારણ કે તમે પહેલેથી જ ઘરની અંદરની દરેક જગ્યા પર કબજો કરી લીધો છે, મને મારું પોતાનું કંઈક જોઈતું હતું, તમે ફક્ત આ જ વસ્તુની મંજૂરી આપી હતી, તે પણ બેડમિન્ટન કોર્ટની પાછળ. મેં કહ્યું ના, તે. બેડમિન્ટન કોર્ટ પહેલા હશે.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

શોરૂમ જોઈને હેરાન રહી ગયા સૌ :

ધોનીના જવાબ પર સાક્ષી ખડખડાટ હસી પડે છે અને પ્રસાદ અને જોશી બંને આશ્ચર્યમાં આજુબાજુ જુએ છે અને કહે છે, “કોઈ વ્યક્તિમાં આવું કંઈક કરવા માટે ખૂબ જ જુસ્સો હોવો જોઈએ, સિવાય કે કોઈ ગાંડો હોય.” તે શક્ય છે”. આ વીડિયોમાં ધોનીના SUV, વિન્ટેજ અને સુપરબાઈક્સના વિશાળ કલેક્શન સિવાય તેનો એક મિત્ર પણ જોઈ શકાય છે જે મહાન ક્રિકેટર બનતા પહેલા જ ધોનીના સારા મિત્રો બની ગયા હતા.

Niraj Patel