મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકોને IPL 2021ની જીત બાદ મળી વધુ એક ખુશખબરી, સાક્ષી ધોનીની બેબી બંપ વાળી તસવીરો થઇ વાયરલ

“કેપ્ટન કુલ”ના નામે મશહૂર મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ વાળી ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સે શુક્રવારે રાત્રે કોલકાતા નાઇટ રાઇડર્સને 27 રનથી હરાવીને ચોથીવાર IPLનો ખિતાબ જીતી લીધો છે. ચેન્નાઇ સુપર કિંગ્સ 2010, 2011 અને 2018માં IPL વિજેતા બની હતી. ચેન્નાઇએ દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવામાં આવેલ મુકાબલામાં ટોસ હારી પહેલા બેટિંગ કરતા ત્રણ વિકેટ પર 192 રનનો સ્કોર બનાવ્યો. પોતાના શાનદાર બોલરના પ્રદર્શનને કારણે કોલકાતાને 9 વિકેટ પર 165 રન પર રોકી દીધા.

ચેન્નાઇની આ ખિતાબી જીત બાદ સ્ટેડિયમમાં હાજર કેપ્ટન કુલ ધોનીની પત્ની સાક્ષી ધોની ખુશીથી ઝૂમી ઊઠી હતી. ચેન્નાઇની ટીમ જીતી જતા આસપાસના ખાસ લોકોએ સાક્ષીને ગળે મળી જીતની શુભકામના આપી. સાક્ષી જયારે જીતના જશ્નમાં ડૂબી હતી ત્યારે એવું લાગી રહ્યુ હતુ કે તે પ્રેગ્નેટ છે અને માહીના ઘરે જલ્દી જ નવો મહેમાન આવવાનો છે. ચેન્નાઇના ચોથી વાર ચેંપિયન બન્યા બાદથી જ સોશિયલ મીડિયા પર સાક્ષીના પ્રેગ્નેટ હોવાની ખબર વાયરલ થઇ રહી છે.

મીડિયા રીપોર્ટ અનુસાર, ધોનીના CSK ટીમના સાથી સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા રૈનાએ સાક્ષીના પ્રેગ્નેટ હોવાની જાણકારી આપી છે, એવું કહેવામાં આવી રહ્યુ છે કે સાક્ષી 4 મહીનાની પ્રેગ્નેટ છે. દહેરાદૂનની રહેવાસી સાક્ષીએ 4 જુલાઇ 2010ના રોજ ધોની સાથે લગ્ન કર્યા હતા. તે સમયે સાક્ષી હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહી હતી અને ટ્રેનીની જેમ કોલકાતામાં તાજ બંગાળ હોટલમાં કામ કરી રહી હતી.

સાક્ષી અને પૂર્વ ભારતીય કેપ્ટન ધોની બાળપણથી એકબીજાને જાણતા હતા અને તે બંનેના પિતા રાંચીમાં એક જ ફર્મમાં કામ કરતા હતા. સાક્ષી અને ધોની બંને કોલકાતામાં  લગભગ 10 વર્ષ બાદ મળ્યા હતા અને બે વર્ષની મિત્રતા બાદ તેમણે લગ્ન કરી લીધા હતા.  સાક્ષી અને ધોનીની એક દીકરી છે, જેનું નામ જીવા છે.

એમએસ ધોની ફેબ્રુઆરી 2015માં પહેલીવાર પિતા બન્યા હતા. મીડિયા રીપોર્ટ્સ અનુસાર હવે IPL 2021નો ખિતાબ જીત્યા બાદ તેઓ બીજી વાર પિતા બનવાના છે.

Shah Jina