ફિલ્મી દુનિયા

સુશાંત સાથેની મિત્રતાને ભુલાવી નથી રહી મૌની રોય, અંકિતા લોખંડે સાથે શેર કરી ખુબસુરત તસ્વીર

સુશાંત સિંહ રાજપૂતએ ભલે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધી હોય પરંતુ તેને યાદ કરવા વાળાની કોઈ કમી નથી. હવે બૉલીવુડ અને ટીવી એક્ટ્રેસ મૌની રોયએ સુશાંત અને અંકિતા લોખંડે સાથેની જૂની તસ્વીરને શેર કરીને તેને યાદ કર્યા છે.

 

View this post on Instagram

 

‘T was a good day ! #imissworktravellingtheususuallife #lettersfromthearchives

A post shared by mon (@imouniroy) on

મૌની રોયે અંકિતા અને સુશાંત સાથે તેની તસવીર શેર કરી અને લખ્યું, યાદ છે? આ તસવીરમાં સુશાંત બંને એક્ટ્રેસો સાથે ખૂબ ખુશ જોવા મળી રહ્યો છે. આ ફોટો કોઈ પાર્ટીનો છે.

આ તસવીરોમાં સુશાંત બ્લુ જિન્સ અને બ્લેક ટીશર્ટ અને લાંબા વાળમાં જોવા મળી રહ્યો છે. સુશાંત, અંકિતા અને મૌનીના આ તસ્વીર બફેન્સને પસંદ આવી રહી છે. હિના ખાન સહિત ઘણા સેલેબ્સે આ ફોટા પર કમેન્ટ કરી છે.ફેન્સ પણ કમેન્ટ કરીને સુશાંતને યાદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy) on

સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ 24 જુલાઈએ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રીલિઝ થશે. સુશાંતને શ્રદ્ધાંજલિ આપવા માટે ડિઝની પ્લસ હોટસ્ટારે નિઃશુલ્ક ફિલ્મ પ્રસારિત કરવાનો નિર્ણય કર્યો છે. કોરોના વાયરસને કારણે લોકડાઉન થવાને કારણે ફિલ્મ ઉદ્યોગને મોટું નુકસાન થયું છે. આને કારણે હવે ઘણી મોટી ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy) on

જણાવી દઈએ કે, એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં મુંબઈ પોલીસને ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરવા કરી રહી છે. તે સુશાંતને લગતા તમામ પાસાઓની શોધખોળ કરવા માંગે છે પોલીસને શંકા છે કે કોઈએ સુશાંતના ટ્વિટર એકાઉન્ટ સાથે ચેડા કર્યા છે અને છેલ્લા છ મહિનાથી તેના ટ્વિટ્સને ડિલીટ કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.