લગ્ન બાદ સંગીત સેરેમનીમાં મૌની રોયે સૂરજ સાથે કર્યું લિપલોક, જબરદસ્ત ડાન્સ કરીને સ્ટેજ ઉપર લગાવી દીધી આગ, જુઓ વીડિયો

ચાલુ સંગીત સેરેમનીમાં મૌની રોય પતિના હોંઠ પર હોંઠ ચડાવીને…ઉફ્ફ્ફ્ફ જુઓ વીડિયો

ટીવીની લોકપ્રિય અભિનેત્રી મૌની રોયે તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે સાત ફેરા લીધા છે. આ નવદંપતીના ભવ્ય લગ્ન બાદ હવે તેમની સંગીત સેરેમનીનો વીડિયો સામે આવ્યો છે. દંપતીએ તેમના પરિવાર અને મિત્રો માટે એક અદ્ભુત સંગીત સમારોહનું આયોજન કર્યું હતું. ગોલ્ડન લહેંગામાં મૌનીનો લુક પણ શાનદાર હતો. સંગીત સમારોહના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં સંગીત સમારોહની સુંદર પળોની ઝલક જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by lovertasus_album (@tasulovesmou.r)

મૌની રોય અને સૂરજ નામ્બિયારે 27 જાન્યુઆરીના રોજ ગોવામાં મલયાલી અને બંગાળી એમ બે વિધિથી લગ્ન કર્યા હતા. 7 ફેરા બાદ બંનેને ખૂબ અભિનંદન મળી રહ્યા છે. લગ્ન બાદ મૌનીએ સંગીત સેરેમનીમાં જોરદાર ડાન્સ કર્યો હતો. તેણે પહેલા બોલિવૂડના ઘણા ટોચના ગીતો પર પણ પરફોર્મ કર્યું અને પછી સ્ટેજ પર તેણે સૂરજ ડાન્સ પણ કર્યો.

 

View this post on Instagram

 

A post shared by lovertasus_album (@tasulovesmou.r)

મૌની-સૂરજની હલ્દી, મહેંદી અને લગ્નની તસવીરો બાદ સંગીત સેરેમનીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. લગ્ન બાદ નવ પરિણીત યુગલે મહેમાનો સાથે સંગીત સેરેમનીમાં ખૂબ જ મસ્તી કરી હતી. આ દરમિયાન મૌનીએ જોરદાર ડાન્સ કર્યો, પરંતુ એક વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું, જેમાં મૌની-સૂરજ કેક કાપતા પહેલા ખુલ્લેઆમ લિપ કિસ કરતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by lovertasus_album (@tasulovesmou.r)

સેરેમનીના વીડિયોમાં મૌની તેના મિત્ર રાહુલ અને પતિ સૂરજ સાથે જોરદાર ડાન્સ કરતી જોવા મળી હતી. તેણે ઘર મોર પરદેશિયા, દેશી ગર્લ જેવા ગીતોમાં શાનદાર પરફોર્મન્સ આપીને મહેફિલ લૂંટી હતી. મૌની અને સૂરજે તેમના ડાન્સથી સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. તેમને જોઈને તમે અનુમાન લગાવી શકો છો કે આ દંપતીએ તેમના સંગીત માટે ખૂબ જ સારી રીતે પ્રેક્ટિસ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Aamna Sharif Kapoor (@aamnaholics)

એક વિડિયોમાં કપલ કેક કાપતા જોવા મળ્યું હતું, ત્યારબાદ તેઓએ લિપલોક કર્યું હતું. તેમનું કિસિંગ જોઈને મૌનીના ફ્રેન્ડ અને લગ્નમાં આવેલા એક્ટર અર્જુન બિજલાનીએ ફની રિએક્શન આપ્યું હતું. આ સમારોહમાં મૌનીએ ઓફ વ્હાઈટ અને ગોલ્ડન કોમ્બિનેશનનો હેવી એમ્બ્રોઈડરી વર્ક લેહેંગા પહેરીને ધૂમ મચાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by lovertasus_album (@tasulovesmou.r)

મિત્રો સાથે સંગીત સમારોહની વાયરલ તસવીરોમાં મૌનીનો ક્લોઝઅપ લુક જોઈ શકાય છે, જેમાં મૌની ઉપરથી નજર હટશે નહીં. આ ઉપરાંત  વરરાજા રાજા સૂરજ નામ્બિયાર પણ બ્લેક આઉટફિટમાં તેની પત્ની મૌનીને પૂરક બનાવી રહ્યો હતો. લગ્નમાં મૌનીના વ્હાઈટ અને રેડ લુકની ખૂબ પ્રશંસા થઈ હતી. લાલ પેડ સાથે સફેદ સાડીમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. બીજી તરફ તસવીરમાં મૌનીનો બ્રાઈડલ લુક તેના લાલ જોડામાં આંખોને અંજાવી દે તેવો હતો.

Niraj Patel