બોલીવુડની સુંદર અભિનેત્રી મૌની રોય સાથે એક વ્યક્તિએ કરી એવી ગંદી હરકત, પછી અભિનેત્રી પણ ડરી ગઈ, જુઓ વીડિયો

ચાહકે જાણતા-અજાણતા એક વ્યક્તિએ મૌની રોયને એવી જગ્યાએ સ્પર્શ કર્યો કે…જુઓ વીડિયો

બૉલીવુડના કલાકારોને મળવાનું કોને ના ગમે ? જો તમારી આસપાસ પણ બોલીવુડના કોઈ અભિનેતા કે અભિનેત્રી આવવાના હોય તો તરત તમે તેમને જોવા માટે પહોંચી જાવ છે. પરંતુ આ દરમિયાન તેમની સાથે સેલ્ફી લેવાની મળે તો ?  ઘણા સેલેબ્રિટીઓ પબ્લિકની વચ્ચે પણ જતા હોય છે અને ચાહકોને સેલ્ફી પણ લેવાની તક આપતા હોય છે, પરંતુ આ આ દરમિયાન કેટલાક લોકો તેમને ખોટી રીતે અડવાનો પ્રયત્ન પણ કરતા હોય છે.

આવી જ એક ઘટના બોલીવુડની સુંદર અભિનેત્રી મૌની રોય સાથે પણ બની હતી, જયારે તે ચાહકોની વચ્ચે ઘેરાઈને તેમને સેલ્ફી આપી રહી હતી, ત્યારે જ એક વ્યક્તિએ તેને ખરાબ રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં મૌની ડરેલી નજર આવી રહી છે.

મૌની રોયની ફિલ્મ “વેલ્લે’ ગત શુક્રવાર 10 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ હતી, આ ફિલ્મમાં તે અભય દેઓલ અને કરણ દેઓલ સાથે નજર આવવાની છે. મૌની ટીવી ઉપર નાગિનમાં તેના ગ્લેમરસ અવતાર માટે જાણીતી છે, ત્યારે તે જ્યાં પણ જાય છે તેના ચાહકોની ભીડ ઘેરી લેતી હોય છે.

ત્યારે સામે આવેલો વીડિયો જુહુ સ્થિત ડબિંગ સ્ટુડિયોની બહારનો છે. જેમાં મૌનીને ચાહકોએ ઘેરી લીધી છે. બધા જ તેની સાથે સેલ્ફી લઇ રહ્યા છે. ત્યારે જ એક ચાહકે જાણતા કે અજાણતા મૌનીને સ્પર્શ કર્યો. જેના કારણે મૌની અસહજ બની જાય છે. અને તે હેરાન પણ રહી જાય છે. તેના મોઢામાંથી નીકળી જાય છે “અરે…” જેના તરત બાદ મૌની સ્ટુડિયોની અંદર ચાલી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Mouni Roy (@mouni.royhot)

આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા ઉપર યુઝર્સ મૌનીના સ્પોર્ટમાં આવ્યા છે. ઘણા યુઝર્સનું કહેવું છે કે ચાહકોએ તેમની મર્યાદામાં રહેવું જોઈએ. જો કે ઘણા યુઝર્સનું એમ પણ કહેવું છે કે આ ઘટના અજાણતા બની છે. જેના કારણે તેના ઉપર ઓવર રિએક્ટ ના કરવું જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

મૌની રોય તેની પર્સનલ લાઈફને લઈને હાલ ચર્ચામાં છે, ખબર આવી રહી છે જે તે જાન્યુઆરી, 2022માં તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરી શકે છે. મૌની આવનારી ફિલ્મ “બ્રહ્માસ્ત્ર”માં પણ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.

Niraj Patel