ટીવીની ખૂબસુરત અભિનેત્રી મૌની રોયે શેર કર્યો તેના થવાવાળા પતિ સૂરજ નાંબિયાર સાથેનો ફોટો, એકબીજાના પ્રેમમાં ખોવાયેલુ જોવા મળ્યુ કપલ

ટીવીની ખૂબસૂરત અભિનેત્રી મૌની રોય માટે આજનો દિવસ ખૂબ જ ખાસ અને યાદગાર છે. મૌની રોય આજે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરીને તેના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહી છે. મૌની 27મી જાન્યુઆરીએ એટલે કે આજે સૂરજ નામ્બિયારની દુલ્હન બની છે. લગ્ન પહેલા મૌનીએ સૂરજ સાથે એક રોમેન્ટિક ફોટો શેર કર્યો છે, જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે. મૌની સૂરજ નામ્બિયાર સાથે લાલ રંગનો સૂટ પહેરેલી જોવા મળે છે. મૌની ખૂબ જ પ્રેમભરી નજરે સૂરજને જોઈ રહી છે. સૂરજના ચહેરા પર પણ લગ્નની ખુશી અને ચમક સ્પષ્ટ દેખાય છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

આ કપલ વચ્ચેનો પ્રેમ અને રોમેન્ટિક કેમિસ્ટ્રી ચાહકોને પસંદ આવી રહી છે. ચાહકો મૌનીને તેના જીવનની નવી શરૂઆત માટે ઘણો પ્રેમ અને અભિનંદન આપી રહ્યા છે. મૌનીના લુકની વાત કરીએ તો તે હંમેશાની જેમ સુંદર લાગી રહી છે. લાલ સૂટમાં મૌની રોયનો ટ્રેડિશનલ લુક જોવામાં આવે છે. મૌનીએ તેના સૂટ સાથે ગોલ્ડન ઈયરિંગ્સ પહેરી છે, જે તેના પર ખૂબ જ સુંદર લાગી રહી છે.

સૂરજ સફેદ કુર્તા પાયજામામાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. ફોટામાં બંનેની જોડીને જોઈને દરેક લોકો આ જ રીતે તે બંને ખુશ રહે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. મૌની ગોવામાં લગ્ન કરી રહી છે. અભિનેત્રીના લગ્ન પહેલાના ફંક્શનના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છવાયેલા છે. મૌની તેના હલ્દી ફંક્શનમાં બોયફ્રેન્ડ સૂરજ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. પીળા લહેંગા અને બેકલે ચોલીમાં મૌનીનો લુક એકદમ ગ્લેમરસ લાગી રહ્યો હતો.

ગત દિવસે ઘણા ટીવી સ્ટાર્સ સૂરજ નામ્બિયાર અને મૌની રોયની મહેંદી અને હલ્દી સેરેમનીમાં પહોંચ્યા હતા. આ યાદીમાં અર્જુન બિજલાની, આશકા ગોરાડિયા અને મંદિરા બેદી જેવા સ્ટાર્સના નામ સામેલ છે. અર્જુન બિજલાની અને મંદિરા બેદીએ મૌનીની હલ્દી અને મહેંદી સેરેમનીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેની મહેંદીમાં અભિનેત્રી પીળા લહેંગામાં સ્ટેજ પર બેઠેલી હસતી જોવા મળે છે. આ સિવાય અન્ય એક વીડિયોમાં અભિનેત્રી ટીવી એક્ટર અર્જુન બિજલાની સાથે મહેંદી લગાવતી વખતે હસતી જોવા મળે છે.

મૌનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.જ્યારે મૌની ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે, તો સૂરજ આ બધાથી દૂર એક ઈન્વેસ્ટમેન્ટ બેન્કર છે. મૌની રોય સોમવારે ગોવા જવા રવાના થઈ હતી, જેના માટે તે મુંબઈ એરપોર્ટ પર દેખાઈ હતી. રિપોર્ટ્સ અનુસાર, કોરોનાના વધતા જતા કેસોને જોતા મૌની અને સૂરજના લગ્નમાં માત્ર 100 લોકો જ હાજરી આપવાના છે.

 

Shah Jina