ટીવીની ‘નાગિન’ મૌની રોયે 27 જાન્યુઆરીના રોજ સૂરજ નાંબિયાર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ મૌની હવે પતિ સૂરજ નામ્બિયાર સાથે હનીમૂન માટે રવાના થઈ ગઈ છે. ત્યારે હવે મૌનીએ તેના હનીમૂનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જે વાયરલ થઈ રહી છે. તસવીરોમાં મૌની પતિ સૂરજ નામ્બિયાર સાથે રોમેન્ટિક પોઝ આપતી જોવા મળી હતી. તસવીરમાં અભિનેત્રીનો લુક અને સ્ટાઈલ એકદમ કિલર છે. તસવીરો જોઈને લાગે છે કે મૌની ભારે હિમવર્ષાનો આનંદ માણી રહી છે.
લગ્ન બાદથી મૌની સોશિયલ મીડિયા પર સતત નવી દુલ્હનની જેમ સાડીમાં જોવા મળે છે. જેમાં તેનો લુક અને સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી. ત્યાં, મૌનીના હનીમૂનની તસવીરો પણ તેના ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે મૌની તેના હનીમૂનનો આનંદ માણી રહી છે.હનીમૂનની રોમેન્ટિક તસવીરો મૌની રોયે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરો શેર કરતાં મૌનીએ કેપ્શનમાં લખ્યું- ‘સનમૂનિંગ તમારી સામે હાજર છે.’ સેલેબ્સ મૌની રોય અને સૂરજ નામ્બિયારની હનીમૂન તસવીરો પર સતત કોમેન્ટ કરી રહ્યાં છે.
હનીમુનની તસવીરોની વાત કરીએ તો, તસવીરોમાં મૌની અને સૂરજ કાશ્મીરની સુંદર ખીણોમાં જોવા મળી રહ્યાં છે. આ તસવીરોમાં મૌનીએ તેના હોટલના રૂમની ઝલક પણ દેખાડી છે. મૌની અને સૂરજના આ ફોટા પર અત્યાર સુધીમાં લાખો લાઈક્સ આવી ચૂકી છે. મૌની રોય અને સૂરજ નામ્બિયાર સ્નો ફોલની મજા લેતા જોવા મળે છે. ફોટો શેર કરતી વખતે મૌનીએ પતિ સૂરજ નામ્બિયારના લૂક વિશે પણ ખુલાસો કર્યો છે. મૌનીએ કહ્યું કે સૂરજ નામ્બિયારે પહેરેલું જમ્પર સૂરજનું નહીં પણ મૌનીનું છે.
ફોટામાં સૂરજ નામ્બિયાર અને મૌની રોયની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. કોમેન્ટ કરતી વખતે ઘણા યુઝર્સ બંનેની જોડીને સૌથી સ્વીટ કપલ કહી રહ્યા છે. બંનેએ 27 જાન્યુઆરીએ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતુા, જેમાં ઘણા સ્ટાર્સે પણ હાજરી આપી હતી. લગ્ન પહેલા અને પછી કપલે તેમના મિત્રો સાથે જોરદાર પાર્ટી કરી હતી. મૌની લગ્નના દરેક ફંક્શનમાં ખૂબસૂરત દેખાતી હતી. લગ્ન બાદ મનોરંજન જગતના સ્ટાર્સ મૌની-સૂરજને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન પણ આપ્યા હતા.
તમને જણાવી દઈએ કે મૌનીએ 27 જાન્યુઆરી 2022ના રોજ તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના તમામ કાર્યો ગોવામાં ધામધૂમથી કરવામાં આવ્યા હતા. સૂરજ મલયાલી હોવાને કારણે મૌની પહેલી મલયાલી દુલ્હન બની હતી. અને તે બાદ તેણે બંગાળી રીતિ-રિવાજ અનુસાર પણ લગ્ન કર્યા હતા.બંગાળી લગ્ન દરમિયાન, મૌનીએ પ્રખ્યાત ફેશન ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીએ ડિઝાઇન કરેલો લાલ લહેંગો પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
લગ્નના ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલ્યા અને ત્યાર બાદ જ્યારે મૌની મુંબઈ પરત આવી ત્યારે ઘરમાં પ્રવેશ દરમિયાન તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. તમને જણાવી દઈએ કે મૌનીએ ટેલિવિઝનની સાથે સાથે બોલિવૂડમાં પણ ઘણું નામ કમાવ્યું છે. તે ગોલ્ડ, રોમિયો અકબર વોલ્ટર, મેડ ઇન ચાઇના જેવી ફિલ્મોમાં જોવા મળી છે. તેની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ છે.
જ્યારે મૌની રોય ટીવી અને હોલિવુડ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે, ત્યા સૂરજ આ બધાથી દૂર એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે. સૂરજનો જન્મ 6 ઓગસ્ટે કર્ણાટકના બેંગ્લોરમાં જૈન પરિવારમાં થયો હતો. તેણે પ્રારંભિક શાળાકીય શિક્ષણ જૈન ઈન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલમાંથી કર્યું હતું. બાદમાં, 2008માં, તેણે બેંગ્લોરની આરવી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં સિવિલ એન્જિનિયરિંગ કર્યું. સૂરજ એક બિઝનેસમેન હોવા ઉપરાંત દુબઈ સ્થિત ઈન્વેસ્ટમેન્ટ બેન્કર પણ છે. તેનો એક ભાઈ પણ છે. જેની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં સૂરજ કો-ફાઉન્ડર પણ છે. આ કંપની પુણે સ્થિત છે.
ઉલ્લેખનીય છે કે, લગ્ન પછી મૌની રોય પહેલીવાર મુંબઈ એરપોર્ટ પર પતિ સૂરજ સાથે જોવા મળી હતી. આ ખાસ અવસર પર મૌની મીડિયાને હાથ જોડીને અભિવાદન કરતી જોવા મળી હતી. આ દરમિયાન મૌની રોયે લાલ રંગની સાડી પહેરી હતી. મોટી ઈયરિંગ્સ, હાથમાં મહેંદી અને માંગમાં સિંદૂર તેના લુકમાં વધારો કરી રહ્યા હતા. ત્યાં, સૂરજે સફેદ રંગનો કુર્તા પાયજામા પહેર્યો હતો.