એક ભૂલ કરી અને કચ્છી પરિવારના સાસુ અને થવાવાળી વહુ નર્મદા નદીમાં પડી, લાશ જોતા જ પરિવાર આખું હચમચી ઉઠ્યું

ફરવાના શોખીનો ચેતી જજો: ગુજરાતી પરિવારના સાસુ અને થનાર વહુ મધ્યપ્રદેશમાં તડપી તડપીને ભયંકર મૃત્યુ મળ્યું- સ્વજનનોનું કરુણ આક્રંદ તસવીરો તમને રડાવી દેશે

રાજય અને દેશભરમાંથી ઘણીવાર એવી દર્દનાક ઘટનાઓ સામે આવતી રહે છે કે જેને સાંભળી આપણુ પણ હૈયુ કંપી ઉઠે. હાલમાં એક ઘટના એવી સામે આવી છે કે એક પરિવાર પિકનિક પર ગયો હતો અને ત્યારે સાસુ તેની થવાવાળી વહુ સાથે સેલ્ફી લઇ રહી હતી ત્યારે સાસુનો પગ લપસી જતા તે અને થવાવાળી પુત્રવધુ બંને નર્મદા નદીના જોરદાર પ્રવાહમાં વહી ગયા હતા. મધ્યપ્રદેશના જબલપુરથી આ દર્દનાક ઘટના સામે આવી છે. જ્યાં સેલ્ફી બે લોકોના મોતનું કારણ બની હતી. આ ઘટના ન્યૂ ભેડાઘાટના સ્મોકી વોટરફોલ પર બની હતી, જ્યાં મુંબઈના ઘાટકોપરનો એક પરિવાર પિકનિક માટે આવ્યો હતો.

પોલીસ અનુસાર, સાસુ હંસાબેન સોની તેની થનારી વહુ સાથે સેલ્ફી લઈ રહી હતી. ધોધની ખૂબ નજીક એક ખડક પર વહુ રિદ્ધિ હતી ત્યારે સાસુનો પગ લપસી જતાં બંને નર્મદા નદીના જોરદાર પ્રવાહમાં વહી ગયા હતા. સાસુનો મૃતદેહ મળી આવ્યો હતો પરંતુ પુત્રવધૂની શોધખોળ ચાલુ છે. સાસુ અને પુત્રવધૂ નદીમાં પડતાંની સાથે જ ચારેબાજુ મદદ માટે બૂમો પડી હતી. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક બચાવ કાર્યમાં લાગી ગઈ હતી. તિલવારા પોલીસ સ્ટેશનના SEના જણાવ્યા અનુસાર ગોતાખોરો અને હોમગાર્ડની મદદથી મોડી રાત્રે હંસાબેન સોનીના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ પુત્રવધૂની શોધ ચાલુ છે.

આ પરિવાર મુંબઈના ઘાટકોપર વિસ્તારનો રહેવાસી છે. શુક્રવારના રોજ 50 વર્ષીય મહિલા હંસાબેન સોની તેની ભાવિ પુત્રવધૂ 22 વર્ષીય રિદ્ધિ સાથે નવા ભેડાઘાટની મુલાકાતે આવ્યા હતા. સાંજે 4 વાગ્યા આસપાસ હંસાબેન અને રિદ્ધિ નવા ભેડાઘાટમાં નર્મદા કિનારે ગોપાલા હોટલ પાસે ખડક પર ઉભા હતા ત્યારે બંને લપસીને નદીમાં પડી ગયા હતા અને ડૂબી ગયા હતા. આ ઘટના બાદ અરવિંદભાઇ અને રાજ સોનીની હાલત ખરાબ છે અને તેઓ કોઈને કંઈ કહેવાની સ્થિતિમાં પણ નથી. હાલ પોલીસે પંચનામાની કાર્યવાહી કરી લાશને પીએમ માટે મોકલી આપી છે.


એવું કહેવામાં આવી રહ્યું છે કે ધોધમાં પડતા પહેલા રિદ્ધિએ તેના મંગેતર સાથે સેલ્ફી પણ લીધી હતી, જે તેની છેલ્લી સેલ્ફી સાબિત થઈ હતી. ભેડાઘાટમાં આ પહેલી ઘટના નથી, જ્યાં સેલ્ફીના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. લોકોનું કહેવું છે કે ભેડાઘાટના ધુંધર ધોધ વિસ્તારમાં કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી. પ્રવાસીઓને રોકવા માટે ન તો સુરક્ષાકર્મીઓ હાજર હોય છે કે ન તો જોખમી સ્થળોએ સાઈન બોર્ડ લગાવવામાં આવે છે અને આ ગેરસમજ ક્યારેક લોકોના જીવનું કારણ બની જાય છે.

સાસુ અને ભાવિ પુત્રવધુ બન્નેએ સંતુલન ગુમાવ્યુ હતુ અને તેઓ નર્મદા નદીમાં પડી ગયા હતા. ખૂબ જ ઝડપથી વહેતા પાણીમાં સાસુ અને થનાર પુત્રવધુ બન્ને તણાઈ જવા પામ્યા હતા. આ ઘટનાને પગલે ઉપસ્થિત જન સમૂહમાં બુમાબુમ મચી જવા પામી હતી અને બન્નેને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તમામ પ્રયાસ નાકામ રહ્યાં. સાસુને બચાવ કામગીરી દરમિયાન કિનારે લવાયા હતા, પરંતુ તેમના શ્વાસ થમી ગયા હતા. જ્યારે ભાવિ પુત્રવધુ રિદ્ધિબેનનો મૃતદેહ કલાકોની જહેમત બાદ નદીમાંથી મળી આવ્યો હતો.

મૃતકમાં જે સાસુ છે એમનું પિયર પક્ષ અંજાર છે અને તેમના ભાઈ અંજાર ખાતે રેસ્ટોરન્ટ ચલાવે છે. આ ગોઝારી ઘટના જેમણે પોતાની આંખો સામે જોઇ તેવા પિતા પુત્ર બનાવ બાદ હતપ્રભ બની ગયા હતા. સ્થાનિક લોકો અને પોલીસે તેમને સાંત્વના આપી હતી અને હિંમત પણ આપી  હતી તેમજ માનસિક આઘાતમાંથી બહાર લાવવાના પ્રયાસો કર્યા હતા.

Shah Jina