માતા દીકરીના ઘરે ગઈ પ્રસુતિ કરાવવા તો આપી બેઠી વેવાઈને પોતાનું દિલ, અમદાવાદમાં સામે આવી અજબ પ્રેમની ગજબ કહાની

પોતાની દીકરીના ઘરે ડિલિવરી કરાવવા ગઈ અને વેવાણને વેવાઈ સાથે પ્રેમ થઈ ગયો પછી જે થયું જાણીને રુવાડા ઉભા થઇ જશે

પ્રેમ કોને ક્યાં અને ક્યારે થઇ જાય કઈ નક્કી નહીં. એવું પણ કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. આવા આંધળા પ્રેમના ઘણા કિસ્સાઓ સમાચારમાં અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે. તે જાણીને ઘણીવાર આપણે પણ વિચારમાં પડી જઈએ. હાલ એવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી એક મહિલા પોતાની દીકરીની પ્રસુતિ કરાવવા માટે તેના સાસરે રોકાવવા માટે ગઈ હતી. આ દરમિયાન જ દીકરીની માતાની આંખ દીકરીના સસરા સાથે મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધો પાંગરવા લાગ્યા હતા.

થોડા સમયમાં જ જમાઈનું મોત થઇ જવાના કારણે દીકરીને બીજે પરણાવી દીધી હતી. અને દીકરીને પરણાવ્યા બાદ દીકરીના પૂર્વ સસરા સાથે જ તેની માતા લિવ ઇનમાં રહેવા માટે પણ ચાલી ગઈ હતી. અને દીકરીના પૂર્વ સસરા અને તેની માતા બંને સાથે રહેવા લાગ્યા હતા.

થોડા સમય બાદ જયારે દીકરીને સાસરિયા તરફથી ત્રાસ મળતો થયો અને સાસરે તેની સાથે મારઝૂડ કરવામાં આવી ત્યારે દીકરી પોતાના ઘરે પરત ફરી અને પોતાની માતાને લેવા માટે તેના પૂર્વ સસરાના ઘરે ગઈ હતી. કારણ કે તેની માતા તેના પૂર્વ સસરા પાસે રહે તે દીકરીને પસંદ નહોતું.

પરંતુ તેની માતાએ દીકરી સાથે આવવાની ના પાડી દીધી અને 181 અભયમ હેલ્પલાઈન ઉપર કોલ કરી અને મદદ પણ માંગી હતી. 181 ઉપર કોલ કરીને મહિલાએ જણાવ્યું હતું કે મારી દીકરી મને લઈ જવા માંગે છે, અને મારે જવું નથી તેમજ તે આત્મહત્યા કરી લેવાની ધમકી પણ આપે છે.

આ બાબતે અભયમની ટીમ દ્વારા સમજૂતી કરવામાં આવી હતી અને દીકરીએ પણ જણાવ્યું હતું કે તેમની સમાજની અંદર ખરાબ વાતો થઇ રહી છે. ત્યારબાદ વેવાઈ અને વેવાણ આપસી સમજુતીથી અલગ થવાનું નક્કી કર્યું હતું.

Niraj Patel